ભગવતીપરા પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં યુવાનને ગંભીર ઈજા

January 11, 2019 at 3:34 pm


ભગવતીપરા નજીક રેલવેના પાટા આેળંગતી વેળાએ ટ્રેનની ઠોકરે ચડી જતાં યુવાનના પગમાં ઈજા થતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવના પગલે તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભગવતીપરામાં રહેતો કમલેશ નૈયા ઉ.વ.24 નામનો યુવાન ગઈકાલે તેની પત્નીને જમવાનું કરી રાખજે તેમ કહી ઘેરથી નીકળી ઘર પાસે આવેલ રેલવેના પાટા આેળંગવા જતાં ટ્રેન આવી જતાં ટ્રેનની ઠોકરે ચડી જતાં તેને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવના પગલે રેલવે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં બેડી ગામે રહેતા ગંભીરભાઈ કાળુભાઈ મેડા ઉ.વ.70 નામના વૃધ્ધ ગઈકાલે તેમના ઘેર હતા ત્યારે બિમારી સબબ બેભાન થઈ જતાં તેને હોસ્પિટલે ખસેડાયા હતા જેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

print

Comments

comments

VOTING POLL