ભચાઉના મોટી ચીરઈમાંથી 11 લાખનાે દારૂ ઝડપાાે, પણ આરોપી ફરાર

February 9, 2018 at 9:20 pm


ડાયરેક્ટર જનરલ આેફ પાેલીસના સ્ટેટ મોનીટરીંગ સેલમાં કડક છાપ ધરાવનાર અધિકારી હસમુખ પટેલની ગાંધધીામમાં ઉપસ્થિતિ વચ્ચે પૂર્વ કચ્છ પાેલીસ રીતસર તેના મુળભુત કામ પર લાગી છે. પૂર્વ કચ્છ એલસીબીએ મોટી ચીરઈમાંથી રૂા. 11 લાખનાે દારૂ પકડી પાડ્યો પણ આરોપી હંમેશાની જેમ હાથ આવ્યો નથી.

એસીબી (લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો) દ્વારા ગાંધીધામમાં આયોજીત લોક દરબારમાં અધિક નિયામક હસમુખ પટેલ હાજર રહ્યાા છે તેની અધ્યક્ષતામાં જ લોક દરબાર યોજાયો હતાે પણ હસમુખ પટેલની ગાંધીધામમાં હાજરનાે કરંટ સીધો પૂર્વ કચ્છ પાેલીસને લાગ્યો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી સતત પૂર્વ કચ્છ પાેલીસ દારૂ પકડી રહી છે.

શુક્રવારે કડક છાપ ધરાવતા અધિકારી હસમુખ પટેલની અધ્યક્ષતામાં લોક દરબાર શરૂ થાય તે પહેલા પૂર્વ કચ્છ એસીબીએ ભચાઉની જુની મોટી ચીરઈના ટ્રાન્સપાેર્ટનગરના એક મકાનમાં રેડ પાડીને રૂા. 1100400ની કિંમતનાે 3144 બાેટલ અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો હતાે.

હંમેશાની જેમ એલસીબીની રેડ દરમિયાન આરોપી યુવરાજિંસહ રાજેન્દ્રિંસહ જાડેજા (રહે. જુની મોટી ચીરઈ) હાથ આવ્યો નથી. પૂર્વ કચ્છમાં થોડા સમયમાં સ્ટેટ મોનીટરીંગ સેલ, સીઆઈડી ક્રાઈમ સહિતની રાજ્યોની એજન્સીઆેએ રેડ પાડીને સ્થાનિક પૂર્વ કચ્છ પાેલીસની આખી પાેલ ખોલી નાખી છે. પણ છતાં પૂર્વ કચ્છના જવાબદારો સામે કાર્યવાહી થતી નથી.
પાેલીસે છેલ્લા ચાર-પાંચ દિવસ જે કામગીરી કરી છે તે દરરોજ કરે તાે પૂર્વ કચ્છમાંથી દારૂ-જુગારનું દુષણ ડામી શકાય તેમ છે પણ હવે પછીની કામગીરી કેવી થાય તે જોવાનું રહ્યું છે.

Comments

comments

VOTING POLL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *