ભચાઉમાં યુવાનનાે ગળેફાંસાે ખાઈ આપઘાત
February 7, 2018 at 9:38 pm
ભચાઉના ભટ ફળિયામાં યુવાને ગળેફાંસાે ખાધા બાદ તેને તુરતં હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતાે ત્યાં તેનું મૃત્યું નિપજ્યું હતું. લોકોએ સારવારમાં દેરીનાે આક્ષેપ કરી હોસ્પિટલમાં તાેડફોડ કરી હતી. પાેલીસ ઘટના સ્થળે પહાેંચી મામલો થાળે પાડ્યો હતાે.
ભચાઉ પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, શહેરના ભટ્ટ ફળિયામાં રહેતા રસીકભાઈ ખેતાભાઈ ખાણીયા (ઉ.વ.રપ)એ પાેતાના ઘરે ગળેફાંસાે ખાઈ લીધો હતાે. તેને વાગડ વેલ્ફર હોસ્પિટલમાં સારવાર તળે ખસેડવામાં આવ્યા હતા પણ સારવાર મળે તે પહેલા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જેને લઈને લોકોમાં આક્રાેશ ફેલાયો હતાે. લોકોએ સારવારમાં દેરીનાે આક્ષેપ કરીને હોસ્પિટલમાં તાેડફોડ કરી હતી. અને તબીબ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પાેલીસે અકસ્માતનાે ગુનાે નાેંધી તપાસ હાથ ધરી છે.