ભચાઉ તાલુકામાંથી રૂા.10.33 લાખની વિજ ચોરી ઝડપતું વિજીલન્સ

September 12, 2017 at 9:27 pm


પીજીવીસીએલની 32 ટીમે તાલુકાનાં ચોપડવા, આધોઇ સહિતનાં ગામોમાં બાેલાવેલો સપાટો ઃ 3 ખેતીવાડી સહિત 92 કનેક્સનાેમાં ગેરરીતી સામે આવતાં વિજચોરોમાં ફફટાડ

છેલ્લા દસ દિવસથી પીજીવીસીએલની વીઝીલન્સની ટીમ કચ્છને ઢંઢોળી રહી છે, અત્યાર સુધીમાં અલગ અલગ તાલુકામાં ચેકીંગનાે દોર હાથ ધરીને લાખો રૂપિયાની વિજ ચોરી ઝડપી પાડી છે, ત્યારે આજરોજ ભચાઉ તાલુકાનાં ચોપડવા, આધોઇ, તાેરણીયા, ચીરઇ, ધરાણા, નરા, વામકા, કંથકોટ, જડસા, લખતર સહિતનાં ગામોમાં વિજીલન્સની એક સાથે 32 ટીમ ત્રાટકતાં વિજચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

સવારથી સાંજ સુધી ચાલેલી ચેકીંગની કામગીરી દરમ્યાન 575 રહેણાક અને ખેતીવાડીનાં કનેક્શનાે તપાસવામાં આવ્યા હતાં, જેમાં 3 ખેતીવાડી અને 92 રહેણાંકનાં કનેક્શનાેમાં ગેરરીતી આચરવામાં આવી હોવાનું ઉજાગર થતાં રૂા.10.33 લાખ જેટલી માતબર રકમની વિજચોરી ઝડપાઇ હોવાનાં ચાેંકાવનારા અહેવાલો સાંપડી રહ્યાા છે.

પીજીવીસીએલ વતુૅળમાંથી મળતી વધુ માહિતી મુજબ કચ્છમાં છેલ્લા દસ દિવસથી પીજીવીસીએલની વિજીલન્સની ટીમો ત્રાટકી રહી છે અને અત્યાર સુધીમાં લાખો રૂપિયાની વિજચોરી ઝડપી પાડતાં વિજચોરોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતાે. ત્યારે ગઇ કાલે રાપર તાલુકામાં રૂા.8.45 લાખની વિજ ચોરી ઝડÃયા બાદ આજરોજ ભચાઉનાં કાર્યપાલક ઇજનેર જે.વાય.રાવ, એ.બી.પ્રજાપતિ, જે.એ.જુણેજાની આગેવાનીમાં વીજીલન્સની એક સાથે 32 ટીમો તાલુકાનાં ચોપડવા, આધોઇ, તાેરણીયા, ચીરઇ, ધરાણા, નરા, વામકા, કંથકોટ, જડસા, લખતર સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં ત્રાટકી હતી. સવારથી સાંજ સુધી ચાલેલી ચેકીંગની કામગીરી દરમ્યાન રૂા.10.33 લાખની વિજ ચોરી ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

આ તપાસણીમાં મુખ્યત્વે ખેતીવાડી અને રેસીડન્ટ સહિતનાં મીટરોેને ટાગેૅટ બનાવામાં આવ્યા હતાં, કુલ 575 વિજ કનેક્શનાેની ક્રમશઃ તપાસણી કરવામાં આવી હતી, આ પૈકીનાં 95 જેટલા કનેક્શનમાં ગેરરીતી આચરવામાં આવી હોવાનું સ્થળ ઉપર ખુલતાં અંદાજે રૂા.10.33 લાખની વિજ ચોરી ઝડપી લેવામાં આવી હોય વિજચોરોમાં રીતસરનાે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતાે. હજુ પણ આજરીતે વાગડનાં અન્ય ગામોમાં ચેકીંગનાે દોર ચાલું રાખવામાં આવશે તેવો પણ વતાૅરો જોવા મળી રહ્યાાે છે.

print

Comments

comments

VOTING POLL