ભચાઉ તાલુકામાં આરોગ્ય સુવિધા માત્ર આેનપેપર

August 11, 2017 at 10:20 pm


સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રા. આરોગ્ય કેન્દ્રમાં મોટા ભાગની જગ્યા ખાલી

ભચાઉ તાલુકામાં દોઢ લાખની વસ્તી સામે સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રાે અને ત્રણ સામુહિક આરોગ્ય કેન્દ્રાે આવેલા છે. પરંતુ આ આરોગ્ય સુવિધાઆે માત્ર કાગળ ઉપર છે. કારણ કે સામુહિક આરોગ્ય કેન્દ્રાેમાં ડબલ્યુ એચ.આે.ની ગાઈડલાઈન પ્રમાણે પુરતાે સ્ટાફ નથી. અને નિ»ણાંતાેની મોટાભાગની જગ્યા ખાલી હોવાના કારણે પ્રજાને નાછુટકે ખાનગી દવાખાનાનાે સહારો લેવો પડે છે. ત્યારે ખુટતી જગ્યાઆે સત્વરે ભરવાની રજુઆત ભચાઉ તાલુકા કાેંગ્રેસના પ્રમુખ અશોકિંસહ એન. ઝાલા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરવામાં આવી છે. ઉપરાંત સરકારી દવાખાનાઆેમાં દવા અપાતી ન હોઈ ડોક્ટર દ્વારા લખાયેલી દવા ખાનગી મેડીકલ સ્ટોરમાંથી ખરીદવી પડે છે. જે ખુબ જ માેંઘી હોઈ ગરીબ અને સામાન્ય માણસને પાેષાય તેમ ન હોઈ લોકો પુરતી દવા ન લેતા સારવાર અધુરી મળે છે. આ બાબતે ઘટતું કરવા રજુઆત કરાઈ છે.

શ્રી ઝાલાના કહેવા પ્રમાણે ભચાઉ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વગૅ 1 તબીબ, લેબ ટેકનેશીયન, એક સાેનાેગ્રાફી ટેકનેશીયન, સ્ટાફ નસૅ, વોર્ડ બાેયની એક એક જગ્યા ખાલી છે. તેમજ યુપીએ સરકાર દ્વારા ટ્રાેમા સેન્ટર મંજુર કરવામાં આવેલ છે. જેમાં પ0 ટકા ગ્રાન્ટ યુપીએ સરકારની અને પ0 ટકા ગ્રાન્ટ ગુજરાત સરકારની છે. પાંચ વર્ષનાે સમય હોવા છતાં આ સેન્ટરનું બિલ્ડીંગ તૈયાર છે. પણ કોઈ સ્ટાફની નિમણુક ન કરાતા સાધનાે આવ્યા નથી.

એવી જ રીતે તાલુકાના લાકડિયા ગામમાં 30 પથારીવાળું સામુહિક આરોગ્ય કેન્દ્ર છે. પંદર હજારની વસ્તી ધરાવતા આ ગામની આજુબાજુના પચાસ હજારથી વધુ વસ્તી આ આરોગ્ય સેવાનાે લાભ મળે તેમ છે. પરંતુ વગૅ 1 અને રના તબીબની બે જગ્યા આ લેબ ટેકનેશીયન 1 જગ્યા, એક્સ-રે ટેકનેશીયન 1 જગ્યા, સ્ટાફ નસૅ 1 સ્વીપરની 1 જગ્યા ખાલી છે. તેમજ ઈન્ડોર પેશન્ટ દાખલ થાય તેના માટે કોઈ સુવિધા નથી. તેમજ અન્ય કોઈ સાધનાે ઉપલબ્ધ નથી.

તાે જનાણ આરોગ્ય કેન્દ્ર પણ 30 પથારીવાળું છે. પરંતુ તેમાં ઈન્ડોર પેશન્ટ માટે દાખલ થાય તાે કોઈ સુવિધા નથી. ખડીર દુગૅમ વિસ્તાર છે. 1ર ગામો વચ્ચે આ એક માત્ર આરોગ્ય સેવા છે. પરંતુ અહીં પણ આરોગ્યની સેવા કથળેલી છે. અહીં સર્જનની જગ્યા ખાલી છે. તબીબી અધિકારી વગૅ – રની જગ્યા ખાલી છે. લેબ ટેક. અને એક્સરે ટેક.ની જગ્યા પણ ખાલી એક્સરે મશીન ધુળ ખાય છે. તાે સાેનાેગ્રાફી કે ફીઝીયોથેરાપી જેવી કોઈ સગવડો આ દુગૅમ વિસ્તારમાં નથી. હાલમાં ડેન્ગ્યુ, સ્વાઈનફલુએ જિલ્લામાં અડીંગાે જમાવ્યો છે. ત્યારે સત્વરે આરોગ્ય ક્ષેત્રે ખુટતી જગ્યાઆે ભરવાની માંગ કરાઈ છે.

તાે તાલુકાના સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ મોટા ભાગની જગ્યાઆે ખાલી છે. ત્યારે ખુટતી સુવિધા સત્વરે ઉપલબ્ધ થાય તેવી રજુઆત કરાઈ છે.

print

Comments

comments

VOTING POLL