ભદ્રેશ મહેતા કૌભાંડ ઃ 1ર બેંકોમાંથી રપ હજાર કરોડની લોન લેવાઈ હોવાનાે આક્ષેપ

June 13, 2018 at 8:57 pm


લોન કૌભાંડમાં મહેસુલ વિભાગના કર્મચારીઆેની સંડોવણી હોવાની શકયતા ઃ ભદ્રેશના નામે ડુબલીકેટ સ્ટેપ પણ ઉપયોગમાં લેવાયા ઃ મૃૃતક વ્યક્તિના નામે લોન લેવાઈ હોવાની રજૂઆત ઃ વડાપ્રધાન તથા મુખ્યમંત્રીને રજૂઆત કરાશે

સમગ્ર રાજયમાં ચર્ચાસ્પદ બનેલા લોન કૌભાડની ઘટનામાં એક પછી એક હકીકતાે બહાર આવવા પામી રહી છે. ભદ્રેશ મહેતા કાંડમાં કચ્છની પડતર જમીન પર કરોડો રૂપિયાની બેંકોમાંથી લોન અપાઈ છે. એક પછી એક હકીકતાે ભદ્રેશકાંડમાં બહાર આવી રહી છે. આેલ ઈન્ડિયા એન્ટી કરÃશન ક્રાઈમ પ્રીવેટીવ ક્રાઉસીલના હેનરી જેમ્સ ચાકોએ રાજયના સીઆઈડી વડાને ર36 પાના દસ્તાવેજી પુરાવા સાથે લેખીત અરજી કરી છે. આ અરજીમાં 1ર જેટલી બેંકોમાંથી રપ હજાર કરોડ જેટલી બાેગસ દસ્તાવેજોના આધારે લોન લેવાઈ હોવાનાે આક્ષેપ કરાયો છે. આ લોન કૌભાંડના મહેસુલ વિભાગના કર્મચારીઆેથી માંડીને બેંકના કર્મચારીઆેની પણ સંડોવણી હોવાની શકયતા વ્યક્ત કરાઈ રહી છે. ભદ્રેશ મહેતાની ધરપકડ કર્યા બાદ પ્રકાશમાં આવેલા આ પ્રકરણમાં કચ્છના સ્થાનિક રાજકીય આગેવાનીનાે મહત્વની ભૂમિકા હોવાના આક્ષેપ સાથે દસ્તાવેજી પુરાવા રજુ કરાયા છે. ભદ્રેશ મહેતાના નામના સ્ટેપ પણ ઉપયોગમાં લેવાયા છે. તાે અમુક કિસ્સાઆેમાં મૃત વ્યક્તિના નામે લોન લેવાઈ છે. તે ઉપરાંત કૃષિ અને જમીન પર લેવાયેલા ધીરાણમાં જમીનની વેહ્યું કરતા વધુ લોન લેવાઈ છે. અને લોન લેનાર દરેક વ્યક્તિના ગેરેન્ટર તરીકે ભદ્રેશ મહેતાના સહી સિક્કા કર્યા છે. કચ્છ સહીત ગુજરાત અને મહારા»ટ્ર સહીત વિસ્તરાયેલા આ કૌભાંડને સલગ્ન પુરાવા સાથે થયેલી અરજીમાં તલસ્પશીૅ તપાસ કરવાની માંગ સાથે જરૂર પડે સંસ્થા પણ આ પ્રકરણમાં ફરીયાદી બનીને મદદ કરવાની તૈયારી દશાૅવી છે. આ સમગ્ર કૌભાંડમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પણ લેખીત પુરાવા સાથે રજુઆત કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL