ભરતનગર ત્રણ માળીયામાં જુગાર રમતા પાંચ શખ્સો રૂ.1.17 લાખ સાથે ઝબ્બે

October 7, 2017 at 11:34 am


શહેરના ભરતનગર આદર્શનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ભરતનગર પોલીસે ગંજીપાના અને રોકડા રૂા.1,17,620 સાથે ઝડપી લીધા છે.
ભાવનગર જિલ્લાના નવનિયુકત પોલીસ વડા પી.એલ.મલએ તમામ પોલીસ અધિકારીઆેને શહેર-જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી દારૂ જુગારની બદીને ડામવા સુચના આપી હતી.
જિલ્લા પોલીસ વડાની સુચના અન્વયે ભરતનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ ડી.સી.ગોહિલ, કોન્સ્ટેબલ વિજયભાઇ ગોહેલ, ઘનશ્યામભાઇ ગોહેલ સહીતના પેટ્રલીગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે ભરતનગર આદર્શનગર 3 માળિયામાં અમુક ઇસમો જાહેરમાં જુગાર રમે છે.
જુગારની બાતમીને લઇ પોલીસે આદર્શનગરમાં દરોડો પાડી પૈસા પાના વડે હારજીતનો જુગાર રમતા ઇન્દ્રજીત પરસામલ રોહીડા, સુનીલ ઉર્ફે સોનું ચંદુમલ, મહેશ રતનમલ હાંસેજા, સુરેશ સમનમલ પીજાણી અને નાનુમલ ગોવિંદ મલ ડોડેજાનેરોકડા રૂા.1,17,620 સાથે ઝડપી લીધા હતાં.

print

Comments

comments

VOTING POLL