ભરતનગર શ્રીનાથજી ચોકમાંથી ઇંિગ્લશ દારૂ-બીયરનો જથ્થાે ભરેલી રીક્ષા ઝડપાઇ

February 13, 2018 at 1:13 pm


ભરતનગર પોલીસે મોડી રાત્રે પુર્વ બાતમીના આધારે સુભાષનગરના શખ્સને ઝડપી લીધો

શહેરના ભાવનગર શ્રીનાથજી ચોક નજીકથી મોડી રાત્રે ભરતનગર પોલીસે ઇંિગ્લશ દારૂ બીયરનો જથ્થાે ભરેલી રીક્ષા સાથે એક શખ્સને ઝડપી લઇ હવાલાતમાં ધકેલી દીધો છે.
ભાવનગર શહેર જિલ્લામાં દારૂ-જુગારની બદીને ડામવા જિલ્લા પોલીસ વડાએ તમામ અધિકારીઆેને નાઇટ પેટ્રાેલીગ સઘન કરવા સુચના આપી હતી.
જિલ્લા પોલીસ વડાની સુચના અન્વયે ભરતનગર પોલીસ મથકના પી.આઇ. જે.એમ.ચાવડા અને સ્ટાફ નાઇટ પેટ્રાેલીગમાં હતાં તે દરમ્યાન કોન્સ્ટેબલ એજાજ પઠાણને બાતમી મળી હતી કે ભરતનગર શ્રીનાથજીચોકમાં ઇંિગ્લશ દારૂ બીયરનો જથ્થાે ભરેલી રીક્ષા આવી રહી છે.
ઇંિગ્લશ દારૂ બીયરની બાતમીને લઇ પોલીસે મોડી રાત્રીના પોણા અગિયાર વાગે શ્રીનાથજી ચોકમાં વોચમાં હતા તે દરમ્યાન સુભાષનગર પુલ પાસે રહેતો ભાવેશ જેન્તીભાઇ રાઠોડ તેની રીક્ષા નંબર જી.જે.23 એ.ટી.8491 લઇ નિકળતા તેને અટકાવી તપાસ કરનારા રૂા.18385ની કિંમતની ઇંિગ્લશ દારૂની બોટલો તથા બીયરના 120 ટીન તેમજ બે મોબાઇલ મળી આવતા પોલીસે રૂા.1,07,385ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેની વિરૂધ્ધ પ્રાેહીબીશન એકટ હેઠળ ગુનો નાેંધી હવાલાતમાં ધકેલી દીધો છે.

print

Comments

comments

VOTING POLL