ભવનાથ મેળો મિનિ કુંભ જાહેર, ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી રચાશે

February 14, 2018 at 12:13 pm


જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના દર્શનના લાભને યાદગાર બનાવવા ભવનાથના મહાશિવરાત્રીના મેળાને આવતા વર્ષથી મીનીકુંભનો દરજ્જો આપવા રાજ્યએ સૈધ્ધિ»તિક સ્વીકાર કરી મેળાને મીનીકુંભનો દરજ્જો, ગીરનાર આેથોરીટીની રચના, 110 વર્ષ બાદ ગીરનારી સીડીના જીર્ણોધ્ધાર અને સંતોની માંગણી મુજબ જૂનાગઢના જુના અખાડાને રેગ્યુલરાઇઝેશન કરતો ઠરાવ વિજયભાઈ રૂપાણીએ સંતોને હાથોહાથ આપ્યો હતો. તેની સામે આશિવાર્દના ભાગરૂપે સંતોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સોને મઢેલી રૂદ્રાક્ષની માળા અને તલવાર ભેટ આપી વિજયભાઇને ધર્મસેવા અને રાજસેવા માટે વધુ સક્ષમ બનવા સંતોએ આશિવાર્દ આપ્યા હતાં.

ભવનાથના શિવરાત્રીના મેળામાં ગઈકાલે લાંબા સમય બાદ રાજ્યના મુખ્યમંત્રીના આગમનનો યોગ ઉભો થયો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને તેમનો રસાલો સરકારી કાર્યક્રમ મુજબ કેશોદ સુધી હવાઈ માર્ગે આવીને ત્યાંથી મોટર માર્ગે જૂનાગઢ આવીને ગીરનાર દરવાજાથી ભવાનાથ સુધી મેળાની મેદનીને ચીરતા ચીરતા મુખ્યમંત્રીના પ્રાેટોકોલ, સલામત સુરક્ષા, પ્રજાની સુખાકારીને ટ્રાફિક નિયમનની વ્યવસ્થા વચ્ચે કયાંક કોઈ અડચણ ઉભી ન થાય તે રીતે મુખ્યમંત્રીને મેળા સુધી પહાેંચાડવાની કાબીલેદાદ કામગીરી કલેકટર રાહુલ ગુપ્તાના સતત દેખરેખ હેઠળ પોલીસ અને સંબંધીત જવાબદારોએ ખુબ જ સારી રીતે ગોઠવણ કરી હતી.

જૂનાગઢના મેળામાં નિર્ધારીત સમય મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પહાેંચ્યા હતાં. તેમને પ્રારંભમાં જ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમમાં નિમાર્ણ પામેલ ભોજન શાળાનું મહંત શેરનાથબાપુ સહિતના સંતોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કર્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ત્યારબાદ ભવનાથ મહાદેવના દર્શન પુજાનો લાભ લીધો હતો અને સંતોની માંગણી મુજબ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં જ આવતા વર્ષથી મહાશિવરાત્રીના મેળાને મીનીકુંભનો દરજ્જો અને તમામ ખર્ચ વ્યવસ્થા સરકાર કરશે તેવી જાહેરાત સાથે ગીરનારના પગથીયાનું સરકારી ખર્ચે જીર્ણોધ્ધારને ગીરનાર આેથોરીટીની રચના કરી તેમાં સંતોને ખાસ પ્રતિનિધિત્વને ધર્મ આદેશ મુજબ જ ગીરનાર તીર્થ ક્ષેત્રના સંચાલનમાં સંતોના અભીગમ મુજબ જ કાર્યની વ્યવસ્થા ગોઠવવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જુના અખાડાના મહામંડલેશ્વર વિશ્વભરભારતી આશ્રમે જઈને જુના અખાડાના રેગ્યુલાઈઝેશન માટે સંતોની માંગણી મુજબ સરકારે કરેલો ઠરાવ સંતોને હાથોહાથ આપ્યો હતો. ત્યારબાદ આપાગીગાની જગ્યામાં ચાલતા અન્નક્ષેત્રનું મુખ્યમંત્રીએ હરીહરના સાદ પડાવી ઉદ્ઘાટન કરાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે સંત મોરારીબાપુ, ભારતીબાપુ, ગોરધનભાઈ ઝડફીયા, જયેશ રાદડિયા, આરસી ફળદુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વહીવટીતંત્ર દ્વારા આયોજીત સંતવાણી લોકડાયરા ઉપસ્થિત રહ્યા હતાં ને મહાશિવરાત્રીના મેળામાં જેનું મહત્વ છે તે નાગા સાધુની રવેડીના સન્મુખ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ વખતે ભાવીકોની અભીલાષા અને સંતોના આયોજનથી નાગા સાધુની રવાડીનો રૂટ એક કિલોમીટર સુધી લંબાવાયો હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો રસાલો બપોરથી રાત સુધી રોકાયા બાદ ગાંધીનગર જવા રવાના થયો હતો. જૂનાગઢના ઐતિહાસીક બનેલા શિવરાત્રીના મેળામાં આ વખતે દર્શનાર્થીનો આંકડો પાંચ લાખ લાખ સુધી પહાેંચી ગયો હતો.

print

Comments

comments

VOTING POLL