ભાગદોડ અને સ્ટ્રેસવાળી જિંદગીમાં અપનાવો આ ટિપ્સ અને પાંચ મિનીટમાં ચહેરાને કરો ફ્રેશ

January 11, 2019 at 1:53 pm


         ભાગદોડ ભરી જીંદગીમાં સમયનું ખૂબ જ મહત્વ છે. વિચારીએ કે જલ્દી જલ્દી કોઈ કાર્ય કરવું હોય, તેના માટે એકદમ ફ્રેશનેસ જોઈએ. પાંચ જ મિનિટમાં ફ્રેશ થવા માટે, થાક ઉતારવા માટે, સ્ટ્રેસ દૂર કરવા માટે સમય કાઢવો ખુબ જ જરૂરી છે. ત્યારે અપનાવો આ ટિપ્સ અને પાંચ મિનીટમાં ચહેરાને એકદમ ફ્રેશ અને રિલેક્સ કરો

એલોવેરા જ્યુસથી ચહેરાને મસાજએલોવેરા ત્વચા માટે ખૂબ જ લાભદાયક છે. થાક મહેસુસ થાય ત્યારે એલોવેરાના પત્તાનો રસ કાઢીને તેને પોતાના ચહેરા ઉપર લગાડવો એક મિનિટ પછી નોર્મલ પાણીથી મોઢું ધોઇ લેવું થોડાક જ સમયમાં તમને ખૂબ જ ફ્રેશ ફિલ થશે.

ગુલાબ જળથી ચહેરાને કરો રિફ્રેશગુલાબ જળમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે ચહેરા ઉપર ખીલ નથી થવા દેતું. ગુલાબ જળ ખૂબ જ કોમળ અને ફ્રેશનેસ આપનારું હોય છે. ખૂબ જ ઓછા ખર્ચામાં ખૂબ જ અસરદાર પ્રાકૃતિક મેકઅપની ઝાંખી પણ કરાવે છે.

તાજા દૂધના મસાજથી કરો ચહેરાને રિફ્રેશચહેરાને રિફ્રેશ કરવા માટે ફ્રિજમાં રાખેલા ઠંડા દૂધના ઉપયોગ ડાયરેક ચહેરો ધોવામાં અથવા તો કોટનના કપડાની મદદથી દૂધને ચહેરા ઉપર લગાવીને નોર્મલ પાણીથી મોઢું ધોઇ લેવું. તેનાથી ચહેરાના છિદ્રો ખૂલી જાય છે અને તેમાં રહેલી ગંદકી દૂર થઈ જાય છે.

ઠંડુ પાણી ચહેરા માટે એકદમ અસરદારદિનભરનાં ભાગદોડ પછી એકદમ ફેસ નિર્જીવ જેવો થઈ જાય છે. તેનાથી મુક્તિ મેળવવા માટે ફ્રીઝરમાંથી બહાર કાઢો તેના પાણીથી પોતાના ચહેરાને ધોઈ લો, જે સ્કીન ટોનને એકદમ સ્વસ્થ રાખે છે.

print

Comments

comments

VOTING POLL