ભાજપના અધ્યક્ષ અમિત શાહ ઉત્તરાયણ પરિવાર સાથે મનાવશે

January 12, 2018 at 12:17 pm


ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તરાયણ નિમિત્તે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવે તેવી શક્યતા છે. અત્યાર સુધી તહેવારો અમિતભાઇ પરિવાર સાથે મનાવતા આવ્યા છે. આ વખતે સોમવારે વાસીઉત્તરાયણ છે એટલે તેઓ સંભવતઃ રોકાણ લંબાવી શકે છે. ઉત્તરાયણ બાદ ૧૪ની ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષપદના ચહેરા, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના ધારાસભ્ય તરીકેના શપથવિધિના કાર્યક્રમો વગેરેની જાહેરાત થાય તેવી શક્યતા છે.

ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ૨૭મીએ નવા પ્રધાનમંડળના શપથવિધિ સંપન્ન કર્યા પછી અમિતભાઇએ સંસદના શિયાળુ સત્રમાં હાજરી આપવા તેમજ ઉત્તર-પૂર્વના રાજ્યોના પ્રવાસના કારણે અતિવ્યવસ્ત રહ્યા હતા.

print

Comments

comments

VOTING POLL