ભાજપના નગરસેવકો પ્રજાના પૈસે વડાપ્રધાનને મળી આવ્યા: રૂપિયા ૩ લાખનો ધૂમાડો

May 19, 2017 at 6:37 pm


રાજકોટ મહાનગરપાલિકાના શાસકપક્ષ ભાજપના નગરસેવકો તાજેતરમાં વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાતે ગયા હતા પરંતુ તત્કાલિન સમયે મુલાકાતે જવા–આવવાનો ખર્ચ નગરસેવકો પોતાના ખિસ્સામાંથી આપશે કે પ્રજાના પૈસે જશે તે અંગે કોઈ સ્પષ્ટ્રતા કરવામાં આવી ન હતી પરંતુ દિલ્હીથી પરત ફર્યા બાદ એકાદ સાહ પછી ખર્ચના બિલ મુકવામાં આવ્યા હતા જેમાં નવીદિલ્હી લાઈટમાં જવાનો ખર્ચ અને ત્યાંથી રિટર્ન રાજધાની એકસપ્રેસમાં રાજકોટ પરત આવવા સહિતનો કુલ ખર્ચ રૂા.૩ લાખ થયાનું બહાર આવ્યું છે. આ ખર્ચ મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગમાં કમિશનરે દરખાસ્ત મોકલતાં આ અંગેની વિગતો જાહેર થઈ છે.

વિશેષમાં આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, સ્ટેન્ડિંગ બેઠકના એજન્ડામાં અંતિમ દરખાસ્ત નં.૪૬માં મહાપાલિકાના પદાધિકારીઓ અને કોર્પેારેટરોના દિલ્હી પ્રવાસનો ખર્ચ બહાલ કરવા મ્યુનિસિપલ કમિશનરે કરેલી દરખાસ્ત મુકવામાં આવી છે

print

Comments

comments

VOTING POLL