ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ઉમા ભારતી અને વસુંધરા રાજે આજે ગુજરાતમાં

October 12, 2017 at 12:22 pm


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના રાષ્ટ્રીય નેતાઓ હવે પ્રચાર-પ્રસાર માટે મેદાને ઉતરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા ગુજરાતની મુલાકાતે છે. હાલ ભાજપ દ્વારા વિવિધ ઝોન વાઈઝ બે તબક્કામાં ગુજરાત ગૌરવ વિકાસ યાત્રા ચાલી રહી છે. બન્ને નેતાઓ ગૌરવ યાત્રામાં ભાગ લઈને સભાઓ ગજવી સ્ટાર પ્રચારક તરીકે પક્ષનો પ્રચાર કરશે. કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા આજે રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાશે. ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને હંસરાજ આહિર પણ ગુજરાતની મુલાકાતે આવશે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગુજરાતમાં પ્રચાર કરશે

૧૩,૧૪ ઓક્ટોબરના રોજ યોગી આદિત્યનાથ ગુજરાતના પ્રવાસે આવશે. ૧૩ ઓક્ટોબરે યોગી વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં ગૌરવ યાત્રામાં ભાગ લેશે અને જાહેરસભાઓ ગજવશે. ૧૪ ઓક્ટોબરે તેઓ કચ્છના ભુજ, અબડાસા, માંડવીમાં પ્રચાર કરશે.

print

Comments

comments

VOTING POLL