ભાજપની રથયાત્રાને રોકાતા અમિત શાહ મમતા પર ખફા

December 7, 2018 at 8:29 pm


પશ્ચિમ બંગાળમાં રથયાત્રાની મંજુરી ન આપવાને લઇને ભાજપ અને તૃણમુલ કાેંગ્રેસમાં રાજકીય જંગ છેડાઈ ગયો છે. આજે ભાજપે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનજીૅ ઉપર સીધા પ્રહારો કર્યા હતા. પાટીૅ અધ્યક્ષ અમિત શાહે મમતા સરકાર પર લોકશાહીનું ગળુ દબાવી દેવાના આક્ષેપ કર્યા હતા. શાહે કહ્યું હતું કે, પંચાયતી ચૂંટણી બાદ મમતા બેનજીૅની ઉંઘ હરામ થઇ ગઇ છે. મમતા બેનજીૅ ભાજપને લઇને પરેશાન થઇ ગયા છે. ભાજપે મમતા સરકારના ચુકાદાની સામે કોલકાતા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. શાહે એક પત્રકાર પરિષદ યોજીને રાજ્યમાં સરકાર સત્તાનાે દુરુપયોગ કરી રહી હોવાનાે આક્ષેપ કયોૅ હતાે અને કહ્યું હતું કે, જનતાના અવાજને દબાવી દેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાા છે. શાહે કહ્યું હતું કે, રાજ્યમાં પંચાયતી ચૂંટણીમાં ભાજપે શાનદાર દેખાવ કયોૅ હતાે. આના લીધે મમતા બેનજીૅ પરેશાન દેખાઈ રહ્યાા છે. લોકશાહીનું ગળુ દબાવી દેવાના પ્રયાસ થઇ રહ્યાા છે. પશ્ચિમ બંગાળ સરકારે ભાજપની રથયાત્રાના આયોજન આ આધાર પર મંજુરી આપી રહી નથી કે, આનાથી સાંપ્રદાયિક હિંસા ફેલાઈ શકે છે. શાહે કહ્યું હતું કે, રથયાત્રા માટે રાજ્ય સરકાર પાસેથી આઠ વખત મંજુરી માંગવામાં આવી હતી પરંતુ મંજુરી મળી ન હતી. શાહે આક્ષેપ કયોૅ હતાે કે, મમતા બેનજીૅના શાસનકાળમાં જેટલી હિંસા થઇ છે તેટલી હિંસા તાે કોમ્યુનિસ્ટ શાસનકાળમાં પણ થઇ નહતી. પંચાયત ચૂંટણીમાં 7000થી વધારે સીટો જીતીને બીજા સ્થાન પર અમે આવી ચુક્યા છે. આના કારણે મમતા બેનજીૅ પરેશાન થયેલા છે. શાહે આક્ષેપ કયોૅ હતાે કે, રાજ્યની પંચાયત ચૂંટણીમાં ભાજપના 20 કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી. આ તમામ હત્યાઆેમાં ટીએમસીના કાર્યકરોના નામ ખુલ્યા હતા. આમા શુ પ્રગતિ થઇ છે તે અંગે મમતા બેનજીૅ પાસે કોઇ જવાબ નથી. પાેલીસ અને ટીએમસીના કાર્યકરો રાજકીય હત્યાઆેને તક આપી રહ્યાા છે. શાહે આક્ષેપ કયોૅ હતાે કે, દેશમાં યોજાનાર 100 રાજકીય હત્યાઆેમાં એક ચતુર્થાંસ હત્યાઆે બંગાળમાં થઇ રહી છે. રાજ્યમાં વહીવટીતંત્ર પણ વોટબેંકની રાજનીતિમાં ગંભીરરીતે સામેલ છે. આતંકવાદ અને આતંકવાદ ફેલાવનાર સંસ્થાઆે ઉપર અંકુશ મુકવા માટે રાજ્ય સરકારની હિંમત દેખાતી નથી.
શાહે આક્ષેપ કયોૅ હતાે કે, રાજ્યમાં દરેક બાબત માટે રેટ નક્કી છે. મેડિકલમાં પ્રવેશ 15 લાખ રૂપિયા લઇને કરવામાં આવે છે. બંગાળની જનતા હવે પરિવતૅન ઇચ્છે છે. મમતાને તેઆે માંગ્યા વગર સલાહ આપી રહ્યાા છે. ભાજપના કાર્યકરો મમતા બેનજીૅના કઠોર પગલાથી ભયભીત નથી. પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા સૂચિત રથયાત્રા ઉપર કોલકાતા હાઈકોટેૅ પ્રતિબંધ મુક્યો છે. આ મામલાની સુનાવણી નવમી જાન્યુઆરીના દિવસે કરવામાં આવનાર છે. ભાજપ સાતમી ડિસેમ્બરથી ઉત્તરમાં કુચબિહારથી અભિયાન શરૂ કરવાના કાર્યક્રમમાં છે. 9મી ડિસેમ્બરથી દક્ષિણ ચોવીસપરગના જિલ્લામાં અને 14 ડિસેમ્બરે વીરભૂમિ જિલ્લામાં રથયાત્રા શરૂ કરવાનાે કાર્યક્રમ છે.

print

Comments

comments

VOTING POLL