ભાજપની વિકાસની રાજનીતિ અને રાષ્ટ્રીય નિતિઆેનો વિજય – શહેર ભાજપ

May 16, 2018 at 4:30 pm


કણાર્ટકમાં ભારતીય જનતા પાર્ટીનો 104 બેઠકો પર ભવ્ય વિજય સાથે કેસરીયો લહેરાતા શહેર ભાજપાએ આ ભવ્ય જીત અંગે ખુશી વ્યકત કરી પક્ષના વિજયને આવકાર્યો હતો.
શહેર અધ્યક્ષ સનત મોદીએ દક્ષીણ ભારતના સૌથી મોટા રાજય એવા કણાર્ટકમાં લહેરાયેલ કેસરીયા વિજયને વધાવતા કüુ હતુ કે આજના પરિણામોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઇ શાહના કુશળ નેતૃત્વ અને અથાગ પરીશ્રમનું ફળ છે. કણાર્ટકનો આજનો વિજય કાર્યકતાર્આેની પરીશ્રમની પરાકાષ્ઠા સર્જતી મહેનત અને સમર્પણની ભવ્ય જીત છે. તેઆેએ જણાવ્યુ હતુ કે આજની જીતએ કણાર્ટકમાં ર6 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોની હત્યા સામે હિન્દુઆેનો રોષ અને સંઘના સ્વયંસેવકો પ્રતિ કણાર્ટકની જનતાની સાચી શ્રધ્ધાંજલિ છે.
કણાર્ટકમાં કાેંગ્રેસ ભાગલાવાદી અને ભ્રષ્ટાચારી ચહેરાને આજે વધુ એકવાર જનતાએ તમાચો મારતા જાકારો આપવા સાથે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનિતી, પક્ષની વિચારધારા, રાષ્ટ્રીય નીતીઆેનો સમગ્ર દેશની સાથે સાથે કણાર્ટકની જનતાએ સ્વીકાર કર્યો છે.ભાજપની ભવ્ય જીતને પ્રદેશ અધ્યક્ષ અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, મંત્રી અને પુર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે, શહેર અધ્યક્ષ સનતભાઇ મોદી, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર નીમુબેન બાંભણીયા, શહેર મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, રાજુભાઇ બાંભણીયા, મહેશભાઇ રાવલ સહીતના વરીષ્ઠ આગેવાનો અને શહેર સંગઠનના પદાધિકારીઆેએ વધાવ્યો હતો.

print

Comments

comments

VOTING POLL