ભાજપનું મિશન કેરળ

October 5, 2017 at 9:07 pm


ભાપના પ્રમુખ અમિત શાહે જનરક્ષા યાત્રા નામક પંદર દિનની કૂચનો કેરળમાં પ્રારંભ કર્યો છે. ડાબેરી પક્ષો દ્વારા કરાતી તથાકથિત રાજકીય હિંસાના વિરોધમાં આ યાત્રા શરૂ કરી છે અને તેમણે જાહેર કર્યું છે કે, કેરળમાં ડાબેરી શાસનની સામે લડવા મારો પક્ષ લોકતાંત્રિક માર્ગ અપનાવશે.
કેરળ એક એવું રાજ્ય છે, જે ભારતીય જનતા પક્ષની પકડમાં ક્યારેય નથી આવ્યું. વર્ષો સુધી કાેંગ્રેસની સત્તા રહી અને હાલમાં માર્કસવાદી ક્મ્યુનીસ્ટ પક્ષની સરકાર છે. બહુ સ્વાભાવિક રીતે ભારતીય જનતા પક્ષનો ડોળો કેરળ જેવા રાજ્ય પર જોવા મળે છે. તેમાં પણ જ્યારે ભાજપ પ્રમુખ અમિત શાહે ત્યાં પંદર દિવસની પદયાત્રાનું આયોજન કર્યું છે, એટલે હેતુ સ્પષ્ટ થાય છે કે એ આયોજનનો અર્થ મિશન કેરળ છે. વિચારવા જેવી બાબત એ છે કે અન્ય રાજ્યોમાં કે જ્યાં ભાજપની સરકારો છે કેન્દ્રમાં પણ તેમની સરકાર છે, ત્યારે સિિÙઆે અને ઉપલિબ્ધઆેનાં દર્શન કરાવવાના બદલે સ્થાનિક સરકારને ઉતારી પાડવાના હેતુ સાથે ત્યાં પગરણ માંડવાં શોભાસ્પદ હોય કે પોતાની સારપ બતાવવા જેવા સુસંસ્કૃત શબ્દોનો ઉપયોગ, ઉપયોગી બનેં અમિત શાહ કેરળ ગયા છે,જન સુરક્ષા પદયાત્રા માટે! શું કેરળમાં લોકો સુરક્ષિત નથી ં એવો સવાલ પણ સામાન્ય જનને થાય, કારણ કે હાલમાં એવી કોઇ ઘટના નથી બની કે કોઇ કહી શકે કે લોકો અસુરક્ષિત છે! તો પછી આ જન સુરક્ષા પદયાત્રાનો અર્થ શું થાય ં ભાજપે શોધી કાઢ્યું છે. તેમણે 2001ની સાલથી 2017ના વર્ષ સુધીમાં ભાજપના કાર્યકતાર્આે અને રાષ્ટ્રીય સ્વયંસેવકોની મળીને કુલ 120 જેટલી હત્યાઆે થઇ છે. મતલબ કે 17 વર્ષમાં 120 હત્યા!

એમાંથી ભાજપ પ્રમુખનો એવો દાવો છે કે 84 હત્યાની ઘટનાઆે કન્નુરમાં જ બની છે. કન્નુર એ હાલના કેરળના મુખ્યપ્રધાન પી.વિજયનનો ગૃહ જિલ્લાે છે! અમિત શાહે તો કહી દીધું કે, આ બધી હત્યાઆે માટે મુખ્ય પ્રધાન પી. વિજયન જવાબદાર છે, એ જ હત્યારા છે…!! અને આવા અર્થપૂર્ણ આક્ષેપથી તેમણે સિયાસતની લડાઇનો ટંકારવ કર્યો, એમ શા માટે ન કહી શકાય ં એ હત્યાઆેના બનાવો માટે જ તેમણે દેશભરના તમામ રાજ્યોની રાજધાનીઆેમાં બે સપ્તાહ માટેની પદયાત્રા કરવાની જાહેરાત કરી દીધી છે. અલબત્ત કેરળ સરકાર વિરોધી મોરચા જ ગણી શકાય. તેમણે કન્નુરથી પદયાત્રા કરવાનું એટલે જ નક્કી કર્યું કે 120માંથી 84 હત્યાઆે ત્યાં થઇ છે. રાજ્યમાં ડાબેરી પક્ષના શાસન સામે એ રીતે લોકતાંત્રિક પÙતિનો તેઆે ઉપયોગ કરશે.

print

Comments

comments

VOTING POLL