ભાજપનો પલટવાર: દેશને બદનામ કરવાની રાહુલ ગાંધીએ લીધી સોપારી

August 25, 2018 at 11:23 am


કોંગ્રેસ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયં સેવક (આરએસએસ)ની સરખામણી અરબ દેશના ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠન મુસ્લિમ બ્રધરહુડ સાથે કરવા પર ભાજપે રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. ભાજપે કહ્યું છે કે રાહુલ ગાંધીએ તેમના નિવેદન પર માફી માગવી પડશે, રાહુલ ગાંધીએ ભારતને બદનામ કરવાની સોપારી લીધેલી છે.
ભાજપ્ના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે ભાજપ આજે જે પત્રકાર પરિષદ યોજી રહી છે તે ઘણી કષ્ટ અને તકલીફ સાથે કરી રહી છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી જે રીતે વિદેશમાં પોતાનું નિવેદન આપી રહ્યાં છે.
તમે આપણા દેશના નેતા છો પરંતું દેશની બહાર જઇને જે નિરાશા પ્રગટ કરી રહ્યાં છો તે ઘણો દુ:ખનો અને ચિંતાનો વિષય છે.
ભાજપ પ્રવકતાએ જણાવ્યું કે શું તમે ભારતની સોપારી લીધી છે. આ સવાલ અમે તમને પુછી રહ્યાં છે કે વિદેશની ધરતી પર જઇને પોતાના દેશને અપમાનિત અને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, તમે કોની સોપારી લઇ રાખી છે. આજે તમે જે કહ્યું તે ક્ષમાને લાયક નથી.
તમે ભાજપ સરકારની સરખામણી મુસ્લિમ બ્રધરહુડની સાથે કરી નાંખી. ભાજપ મુખ્યાલયથી પ્રવક્તાએ કહ્યું કે વર્તમાન સરકારની સોચ આતંકીની સોચ કહેવું કેટલું યોગ્ય છે, શું ભારત પર કોઇ આતંકી સંગઠનનું રાજ છે, દેશની 125 કરોડ જનતાએ 2014માં લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા ચૂંટવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL