ભાજપમાં અમારી અવગણના થઇ એટલે ૨૦૦૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા

February 5, 2018 at 1:25 pm


પોરબંદરની પડોશી એવી છાંયા નગરપાલિકાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જ ઘણા લાંબા સમયથી દબાયેલો ભાજપનો ભડકો બહાર આવ્યો હતોે જેમાં છાંયા પાલિકામાં ભાજપના પાલિકા પ્રમુખ તરીકે શાસન કરી ચુકેલા ત્રણ–ત્રણ પૂર્વ પ્રમુખો સહિત ર૦૦૦ જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાઇ ગયાનું પ્રેસ કોન્ફરન્સ દ્રારા જાહેર કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે અને પોરબંદરના રાજકારણમાં જબરી હલચલ મચી ગઇ છે.
પ્રદેશ કોંગ્રેસના પૂર્વપ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાના નિવાસ સ્થાને બેઠક યોજાઇ હતી જેમાં વર્ષેાથી ભાજપને સમર્પિત છે તેવા આગેવાનો અને છાંયા નગરપાલિકાના ત્રણ–ત્રણ પૂર્વપ્રમુખો ભોજાભાઇ કાનાભાઇ ખુંટી, સુરેશભાઇ થાનકી, સુદેશભાઇ મંગેરા અને તેમની સાથે અન્ય સાત જેટલા આગેવાનો મીનાબેન સુદેશભાઇ મંગેરા, જનકભાઇ દયાગરભાઇ ગોસ્વામી, છાંયા નગરપાલિકાના વર્તમાન સુધરાઇસભ્ય સંતોકબેન રામભાઇ ઓડેદરા, પૂર્વસદસ્યો કેશવગીરી હીરાગીરી રામદત્તી, કારાભાઇ મકવાણા, વનરાજભાઇ પરબતભાઇ કેશવાલા અને અશોકભાઇ ગરેજા વગેરેએ કોંગ્રેસમાં ભળી જઇને કોંગ્રેસ તરફથી નગરપાલિકાની ચુંટણી લડવાના ફોર્મ ભર્યા હતા અને જાહેર કર્યુ હતું કે, ૧૦ આગેવાનો ઉપરાંત ર૦૦૦ જેટલા ભાજપના કાર્યકરો આજે ભાજપને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે અને તેની પાછળનું કારણ એવું છે કે, ભાજપમાં નિષ્ઠાવાન અને પાયાના કાર્યકરોની સતત અવગણના કરવામાં આવી રહી છે. ખાસ કરીને ભાજપ શાસીત નગરપાલિકા દ્રારા ચાલતા વિકાસ કામો નબળા થતાં હોવાની ફરિયાદ ખુદ ભાજપના આગેવાનો દ્રારા કરવામાં આવે તો પણ તેમની વાત સાંભળવાને બદલે આખં આડા કાન કરવામાં આવતા હતા. એટલું જ નહીં પરંતુ ભાજપમાં સગાવાદ અને ભ્રષ્ટ્રાચાર પણ ચાલતો હોવાનો આક્ષેપ કર્યેા હતો. તેઓએ જણાવ્ું હતું કે, અમે કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છીએ તે પૈકીના કેટલાક આગેવાનો આરએસએસ એટલે કેજુના જનસંઘથી ભાજપના નિાવાન કાર્યકરો છે અને તેમ છતાં તેઓની પણ સતત અવગણના કરવામાં આવતી હતી એટલે કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છીએ.
અર્જુનભાઇ મોઢવાડિયા દ્રારા આવકાર પ્રદેશ કોંગ્રેસના પૂર્વપ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાના નિવાસ સ્થાને યોજવામાં આવેલ પ્રેસકોન્ફરન્સ કમ બેઠકમાં ભાજપના આગેવાનોને કોંગ્રેસમાં આગેવાનોને આવકારવામાં આવ્યા હતા ત્યારે અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્ું હતું કે, ભાજપને અલવિદા કરીને આવેલા આગેવાનોએ ભાજપ માટે ખુબ યોગદાન આપ્યું છે આમ છતાં પક્ષ અને તેના આગેવાનો દ્રારા આવી રીતે અવગણના કરવામાં આવે ત્યારે સ્વભાવિક રીતે જ દુ:ખ થાય છે તેથી અમે અમારામાં ભળેલા સૌને આવકારીએ છીએ અને છાંયા નગરપાલિકાના સાત વોર્ડની તમામ ર૮ સીટો ઉપર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને તેઓ જબરી જીત મેળવીને છાંયા પાલિકામાં ભાજપના શાસનને નેસ્તનાબુદ કરી બતાવશે. છાંયાના પ્રજાજનો પણ સમજે છે કે, સગાવાદ અને નબળા કામને લીધે છાંયાના લોકો હેરાન થઇ રહ્યા છે અને તેમ છતાં તેમના પ્રશ્નો સાંભળવામાં આવતા નથી.

print

Comments

comments

VOTING POLL