ભાજપમાં અસંતાેષ ખાળવા પ્રદેશ મહામંત્રીની મધ્યસ્થી

February 8, 2018 at 9:07 pm


આગેવાનાેને સમજાવવા બેઠક યોજી બાકીની બેઠકો જીતાડવા હાકલ ઃ બંધ બારણે ચર્ચા

રાપર મધ્યે ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ મંત્રી જયંતિભાઈ કવાડિયા, કચ્છ ભાજપના પ્રભારી બિપિનભાઈ દવે, રાપર નગરપાલિકાના ઈન્ચાર્જ ધારાસÇય ડો. નિમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, મહામંત્રી શૈલેન્દ્રિંસહ જાડેજા, દેવજી વરચંદ સહિતની ઉપસ્થિતિમાં નગરપાલિકામાં જે ભાજપ અને કાેંગ્રેસ વચ્ચે સમાધાન કરીને સાત બેઠકો બિનહરીફ મળી છે અને કાેંગ્રેસને પાંચ બેઠકો પર બિનહરીફ બેઠક આપવામાં આવી છે અને અમુક નગરપાલિકામાં ઉમેદવારી કરતા સદસ્યોને ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવા માટે દબાણ કર્યું હતું. તાે અમુક ઉમેદવારોને ઉમેદવાર તરીકે જાહેર કર્યા પરંતુ ઉમેદવારી ન કરવા આપી સહિતના રાપર શહેર ભાજપના નારાજ કાર્યકરોને સાંભળવા માટે ઉપસ્થિત રહ્યાા હતા ત્યારે જે જે કાર્યકરોમાં ઉકળાટ હતાે તેઆેએ કોઈએ હરફ પણ ન ઉચાયોૅ તે બાબતે રાપરમાં શિસ્ત ગણાતા ભાજપમાં પક્ષ મહાન નથી તેવો ગણગણાટ થવા લાગ્યો હતાે ત્યારે આ તમામ બાબતાેને એક બાજુ મુકીને નગરપાલિકાની તમામ 18 બેઠકો પર ભાજપના ઉમેદવારને વિજય બનાવવા માટે અને ઘરોઘર મતદારોનાે સંપર્ક કરવા અનુરોધ કૃયો હતાે તાે અમુક કાર્યકરો અને આગેવાનાેમાં ગણગણાટ હતાે કે હજુ જો આવી જ સ્થિતિ રહી તાે નગરપાલિકામાં કાેંગ્રેસનું શાસન આવશે પરંતુ એક પણ જિલ્લા કે પ્રદેશના ભાજપના આગેવાનાેએ કોઈ કાર્યકરોને આ બાબતે કોઈ પણ પ્રકારની વાત કરવાના બદલે પાટીૅ લેવલે કામ કરવા માટે કહ્યું હતું તાે શું રાપર નગરપાલિકાની તમામ બેઠકો શુ ભાજપ જીતી શકશે તેનું કારણ જો કોઈ હોય તાે તે ભાજપના કોઈ પણ આગેવાનાેને વિશ્વાસમાં લીધા વગર કાેંગ્રેસ સાથે સમાધાન કરીને પાંચ બેઠકો તેમની ઝોળીમાં આપી દીધી હતી હવે રાપર નગરપાલિકાની ચુંટણીમાં ભાજપના કાર્યકરોના ઉકળતા ચરુ વચ્ચે ભાજપને ફરીથી સત્તામાં આવવુ મુશ્કેલ બની જાય તાે નવાઈ નહીં.
આજની બેઠકમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ લક્ષ્મણિંસહ સાેઢા, અશોક માલી, ઉમેશ સાેની, મેહુલ જોશી, હઠુભા સાેઢા, કાનજીભાઈ આહિર, લાલજી કારોત્રા, દિનેશ સાેની, રમેશ સિયારીયા, પ્રવિણભાઈ ઠક્કર, હરેશ રાઠોડ, રÂશ્મન દોશી, ભારત રાજદે, બળવંત ઠક્કર સહિતના અનેક આગેવાનાે ઉપસ્થિત રહ્યાા હતા. ચુંટણી માટે કાર્યકરોની બેઠક બાદ જિલ્લા અને પ્રદેશના પ્રભારી અને આગેવાનાે સાથે બંધ બારણે બેઠક થઈ હતી તે શં સુચવી જાય છે.

print

Comments

comments

VOTING POLL