ભાજપ અને કાેંગ્રેસ વચ્ચે ચૂંટણી સુધી હવે તણખા ઝરતા જ રહેશે

September 5, 2017 at 5:51 pm


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપ અને કાેંગ્રેસ પક્ષે અત્યારથી જ રાજકીય સાેગઠા ગાેઠવવાનું શરૂ કરી દીધું છે. ભારતીય જનતા પાટીૅનું રાજકીય ગણિત પરફેક્ટ હોય છે તેવું પાછલા વીસ વર્ષના અનુભવ જોતા કહી શકાય. પરંતુ કાેંગ્રેસ પક્ષ પણ આ વખતે ચૂંટણી લડવા અને જીતવા, જેટલી સક્રિયતા દાખવી રહ્યાાે છે. અગાઉ આવું ક્યારેય જોવા મળતું નહતું.
અત્યાર સુધી કાેંગ્રેસના નેતાઆેની છાપ એવી રહી છે કે સહુ પ્રથમ તેઆે ચૂંટણીમાં મોટાભાગે પાેતાના જ મળતીયાઆે કે સમર્થકોને ટિકીટોની ખેરાત કરતા હોય છે ત્યારબાદ ચૂંટણી ટાણે જુદા જુદા કોન્ટ્રાક્ટ પાેતાના દીકરા, જમાઈ, સાળા વગેરેને આપીને લખલૂંટ નાણાં કમાવી આપતા હોય છે અને સહુથી મહત્વની બાબત એ છે કે આ નેતાઆે મોટાભાગે એરકન્ડીશન્ડ આેફિસમાં બેસીને જ ચૂંટણીનું આયોજન તથા તમામ પ્રકારની છેવટની વ્યવસ્થા ગાેઠવતા હોય છે.

ભાજપના નેતાઆે ભલે રાહુલ ગાંધીને હળવાશથી લેતા હોય અને તેમની ટિખ્ખળ કરતા હોય પરંતુ આ વખતે રાહુલ ગાંધીના કઠોર નિર્ણયને કારણે કાેંગ્રેસના નેતાઆે વધુ સક્રિય બન્યા છે. તેમાં પણ ખાસ કરીને રાજ્યસભાના ચૂંટણી પરિણામ બાદ કાેંગ્રેસમાં નવા પ્રાણ પુરાયા છે.
કાેંગ્રેસના એક વરિષ્ઠ પ્રદેશ નેતાની ઈશ્કબાજીના અહેવાલો મીડિયા તથા સાેશ્યલ મીડિયામાં ભારે ચકચાર જગાવી રહ્યાા છે. દિલ્હી હાઈકમાન્ડે પણ આ નેતાની કાળી કરતૂતાેની નાેંધ લીધી હોવાનું કાેંગ્રેસમાં ચર્ચાઈ રહ્યું છે. પરંતુ નલિયાકાંડની આગથી દાઝેલા ભાજપના નેતાઆે આ મામલે સીધા કુદી પડવાનું પસંદ કરશે નહીં. કાેંગ્રેસના આ નેતાની સીડી વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી ટાણે પણ ફરતી થઈ હતી. પરંતુ પાછળથી આ આખું પ્રકરણ રહસ્યમય રીતે દબાઈ ગયું હતું. ખેર કાેંગ્રેસ હોય કે ભાજપ, હમામ મેં સબ નંગે હૈ !

કેન્દ્રના મોદી મંત્રીમંડળનું રવિવારે વિસ્તરણ થઈ ગયું છે. એવી ધારણા સેવાતી હતી કે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતે આ બંને પ્રદેશોમાંથી કોઈને કેન્દ્રિય કેબિનેટમાં સ્થાન મળશે અને આ પ્રદેશોના પ્રતિનિધિઆેના નામની ચર્ચા પણ જોરશોરથી વહેતી થઈ હતી. આ સંદર્ભમાં સેવાયેલા તમામ પ્રકારના રાજકીય અનુમાનાે તથા અટકળો ખોટી પડી છે. અને બંને પ્રદેશોમાંથી કોઈને પણ સ્થાન મળ્યું નથી.
ભાજપના રા»ટ્રીય પ્રમુખ અમિત શાહ, ઉપપ્રમુખ, આેમ માથુર અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવને કેન્દ્રિય મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવી ચર્ચા હતી. પરંતુ એવું કહેવાઈ રહ્યું છે, છેલ્લી ઘડીએ આ નામો પડતા મૂકાયા હોવાથી હવે આવતા વષેૅ ફરીથી કેન્દ્રિય કેબિનેટમાં ફેરફાર થશે ત્યારે અમિત શાહ, આેમ માથુર અને ભુપેન્દ્ર યાદવને નવી જવાબદારી સાેંપવામાં આવશે.

ગુજરાતમાં કાેંગ્રેસ રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને વિધાનસભાની ચૂંટણીમાં કાેંગ્રેસને જીતાડવાની મહ¥વની જવાબદારી સાેંપી છે. એવું કહેવાય છે કે અશોક ગેહલોતે જ શંકરિંસહ વાઘેલાનાે ઘડો લાડવો કરી નાંખ્યો છે. શંકરિંસહના જવાથી કાેંગ્રેસને ખૂબ મોટું નુકસાન થશે તેવા ભ્રામક પ્રચારનાે પરપાેટો ફૂટી ગયો છે. કાેંગ્રેસ કહે છે કે અમારા પક્ષમાં જે કચરો એકત્ર થયો હતાે તે સાફ થયો છે. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે ભાજપમાં કાેંગ્રેસના આગેવાનાે તથા કાર્યકરો જેમ દૂધમાં સાકર ભળે છે તેમ ભળી રહ્યાા છે. આ કહેવાતી સાકર ભળતા ભાજપનું દૂધ મીઠું બન્યું છે કે દૂધ ફાટી ગયું છે એ તાે ચૂંટણી વખતે જ ખબર પડશે. પરંતુ અત્યારે ભાજપ કાેંગ્રેસના ગઢના કાંગરા ખેરવામાં વધુ વ્યસ્ત બન્યાે છે. અને ચૂંટણી સુધીમાં હજુ કેટલાંક આગેવાનાે કાેંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જશે તેવો દાવો ભાજપના આગેવાનાે કરી રહ્યાા છે.

ભારતીય જનતા પાટીૅએ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે રણનીતિ તૈયાર કરવા તથા ભાજપને જીતાડવાની જવાબદારી ભુપેન્દ્ર યાદવ બાદ અરુણ જેટલી તથા નિર્મલા સીતારમણને સાેંપી છે. એ એક અલગ વાત છે કે કાેંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજસ્થાનમાં કાેંગ્રેસને બચાવી શક્યા નથી છતાં તેમને ગુજરાતની જવાબદારી સાેંપાઈ છે. તેવી જ રીતે અરુણ જેટલી પાેતાની અમૃતસરની લોકસભાની બેઠક બચાવી શક્યા ન હતા અને છેવટે તેમને રાજ્યસભાના સભ્ય બની સાંસદમાં જવું પડ્યું હતું. એ અરુણ જેટલી હવે ગુજરાતમાં ભાજપને જીતાડશે તેવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભરોસાે છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પણ અરુણ જેટલીએ ગુજરાતમાં ધામા નાખ્યા હતા અને ભાજપની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

કોના કાંડામાં કેટલું જોર છે એ તાે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ ખબર પડશે. પરંતુ હવે તાે કાેંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને અત્યારથી જ વધુ ઉત્તેજક અને કશ્મકશભરી બનાવી દીધી છે.
કાેંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી ગઈકાલે સાેમવારે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આવ્યા હતા અને ચૂંટણીલક્ષી ક્વાયત શરૂ કરી હતી. રાહુલ ગાંધી હવે ગુજરાતમાં ચૂંટણી સુધી આવતા-જતા રહેશે અને થોડા દિવસાે રોકાશે પણ ખરા. જ્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસના કાર્યક્રમો ધડાધડ ગાેઠવાઈ રહ્યાા છે. તેમના આગમનની તારીખો પણ નક્કી થઈ ગઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી કયા મુદ્દે લડાશે તેની હજુ સુધી બંને પક્ષો દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ભાજપને એન્ટી-ઈન્કમબન્સીનાે ડર સતાવે છે તાે કાેંગ્રેસ પણ આંતરિક વિખવાદ તથા જૂથબંધીથી થનારા નુકસાનથી ચિંતિત છે.
ટૂંકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થાય પરંતુ અત્યારથી જ બંને પક્ષો પાેતાના ની ધાર વધુ તેજ બનાવી રહ્યાા છે.
મતદારો અત્યારથી બંને પક્ષોનાે રાજકીય તમાશો જોઈ રહ્યાા છે. મતદારો તેમને ગમતા અને નહિ ગમતા રાજકીય નિર્ણયો તથા ચહેરાઆેને ધ્યાનમાં રાખીને મતદાન કરશે તેવી દિવા જેવી સ્પષ્ટ વાત છે. મતદારો હવે વધુ જાગૃત બન્યા છે. રાજકીય પ્રભાવ કે લોભ લાલચને વશ થયા વગર મતનાે ઉપયોગ કરવાની સમજ મતદારોએ પૂરેપૂરી કેળવી લીધી છે. આ સ્થિતિમાં આગામી વિધાનસભાની ચૂંટણી રાજકીય પરિપ્રેક્ષ્યમાં સીમાચિöરૂપ બની રહેશે અને ચૂંટણી સુધી કાેંગ્રેસ તથા ભાજપ વચ્ચે રાજકીય તણખા ઝરતા રહેશે તેવું અત્યારથી જ લાગી રહ્યું છે.

print

Comments

comments

VOTING POLL