ભાજપ દ્વારા આવતીકાલે સરપંચોનો અભિવાદન કાર્યક્રમ યોજાશે

February 13, 2018 at 12:00 pm


ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતુંકે, ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ચૂંટાયેલા ભાજપ સમર્થિત સરપંચોનો અભિવાદન સમારોહ આવતીકાલે ૧૪મી ફેબ્રુઆરી બુધવારના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો છે.

આ સમારોહ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પ્રદેશ અગ્રણી ઉપsthit રહેશે. પંડ્યાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ પૂર્ણ થયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૮૦ ટકા ભાજપ સમર્થિત સરપંચો અને સભ્યો ચૂંટાઈ આવ્યા છે. ભાજપ સરકારની ગ્રામ્ય વિકાસલક્ષી અને ખેડૂત હિતલક્ષી યોજનાઓને ફરી એકવખત સંપૂર્ણ સમર્થન આપી ગ્રામીણ જનતાએ ભાજપ સમર્થિત ઉમેદવારોને ભવ્ય વિજય અપાવ્યો છે. જ્ઞાતિ-જાતિ વચ્ચે વેરઝેર, ભ્રષ્ટાચાર અને નકારાત્મક રાજનીતિના કારણે ગુજરાત વિધાનસભામાં સતત છઠ્ઠી વખત હારેલી કોંગ્રેસને ગ્રામીણ જનતાએ ફરી એક વખત જાકારો આપ્યો છે.

print

Comments

comments

VOTING POLL