ભાજપ સરકારના પૂર્વમંત્રી બિમલ શાહ આજે કાેંગ્રેસમાં જોડાશે

January 21, 2019 at 12:02 pm


ગુજરાતની ભાજપ સરકારના પૂર્વ પ્રધાન અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી બળવો કરીને કપડવંજ વિધાનસભાની ચૂંટણી લડીને ભાજપના ઉમેદવારને હરાવવામાં મહÒવની ભૂમિકા અદા કરનારા બિમલ શાહ સોમવારે વિધિવત રીતે કાેંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. લોકસભાની આગામી ચૂંટણીમાં તેમને ખેડા લોકસભા બેઠક પરથી કાેંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. કાેંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઆેની ઉપસ્થિતિમાં બિમલ શાહ કાેંગ્રેસનો ખેસ પહેરશે. બીજીતરફ કાેંગ્રેસના નારાજ નેતાઆેની નારાજગી દૂર કરવા માટે ચાર કાર્યકારી પ્રમુખની વરણી અને છ સમિતિઆેની રચના કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી કપડવંજની બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા પૂરી ન થતાં ભાજપમાંથી બળવો પોકારીને અપક્ષ ઉમેદવારી નાેંધાવનારા બિમલ શાહ લાંબી રાજકીય કારકિદ} ધરાવે છે. કપડવંજના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કાેંગ્રેસ સાથે છેડો ફાડીને અલગ ચોકો રચતાં ભાજપ માટે આ બેઠક જીતવી આસાન હતી. એ સમયે શાહે ભાજપ મોવડીમંડળ સમક્ષ ચૂંટણી લડવાની રજૂઆત કરી હતી, પરંતુ તેમના સ્થાને ભાજપે બીજા ઉમેદવારની પસંદગી કરતાં શાહે બળવાખોરી કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ઝૂકાવ્યું હતું.

પરિણામે આ બેઠક જીતવાની ભાજપની આશા પર પાણી ફરી વળ્યું હતું અને તેનો સીધો લાભ કાેંગ્રેસને થયો હતો. ભાજપે કાેંગ્રેસના સિનિયર નેતા અને કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરતાં જસદના તત્કાલિન ધારાસભ્ય કુંવરજી બાવળિયાને રાતોરાત ભાજપમાં ભેળવીને કાેંગ્રેસને ઉંઘતી ઝડપી હતી, બિમલ શાહની કાેંગ્રેસમાં એન્ટ્રીને ભાજપ સામેના બદલા રુપે જોવામાં આવી રહી છે.
2014ની લોકસભાની ખેડા બેઠકના કાેંગી ઉમેદવાર દિનશા પટેલ હારી ગયા હતા અને તેમણે આગામી ચૂંટણી લડવા ઈનકાર કર્યો હોવાથી કાેંગ્રેસ આ બેઠક પરથી મજબૂત ઉમેદવારની શોધમાં હતા, જે બિમલ શાહની કાેંગ્રેસમાં એન્ટ્રી સાથે પૂરી થઈ હોવાનું કાેંગ્રેસના સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતમાં ભાજપના મોવડીમંડળની નીતિરીતિથી નારાજ કેટલાયે પૂર્વ ધારાસભ્યો અને આગેવાનો કાેંગ્રેસના સંપર્કમાં હોવાનો દાવો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી કરતાં આવ્યા છે. આગામી સમયમાં ભાજપથી અનેક નારાજ નેતાઆે-આગેવાનો કાેંગ્રેસમાં જોડાય તેવી શક્યતા નકારી શકાય નહી.

print

Comments

comments

VOTING POLL