ભાજપ સામે વિપક્ષને એક કરવા સોનિયાના પ્રયાસો: આજે ડિનર ડિપ્લોમસી

March 13, 2018 at 11:22 am


સોનિયા ગાંધીએ હવે મોદીની વિરૂદ્ધ ગઠબંધન બનાવવા માટે વિપક્ષી દળોને આજે ડિનર માટે બોલાવ્યા છે. આ ડિનર પહેલાની બેઠકમાં 18 દળોના નેતાઓ સામેલ થશે, પરંતુ સપા પ્રમુખ અખિલેશ યાદવ, બસપા સુપ્રીમો માયાવતી, તૃણમૂલ સુપ્રીમો મમતા બેનજીર્ અને એનસીપી પ્રમુખ શરદ પવારે અત્યાર સુધી સામેલ થવા પર સહમતિ નથી આપી.
આ ડિનર ડિપ્લોમેસીના માધ્યમથી સોનિયા ગાંધી એક તીરથી બે નિશાન સાધવા માંગે છે. વિપક્ષી નેતાઓને ડિનર પર બોલાવી સાબિત કરવા માંગે છે કે મોદીના વિકલ્પ તરીકે બનનાર ગઠબંધનનું નેતૃત્વ કોંગ્રેસ પાસે જ રહેશે. એવામાં મમતા અને શરદ પવારનું ડિનર ડિપ્લોમેસીથી દૂર રહેવુ કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. કોંગ્રેસનું માનવું છે કે મોદી સામે વિપક્ષને એક થવું પડશે અને એ તમામ વિપક્ષની જવાબદારી છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ કહ્યું, સમય છે કે તમામ લોકો સાથે આવે, આજે ત્રીજા-ચોથા મોચર્નિો કોઈ મતલબ નથી.
તાજેતરમાં જ જસ્ટિસ લોયા હત્યા મામલામાં બસપા વિપક્ષી દળો સાથે દેખાઈ નહોતી પરંતુ જે પ્રકારે યુપીમાં રાજ્યસભામાં ચૂંટણીમાં કોંગ્રેસે ખુલ્લેઆમ બસપા ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે તેનાથી બસપા નેતાઓનું ડિનર પાર્ટીમાં હાજર રહેવાના સંકેત છે. જો કે બસપા નેતા માયાવતી હાજર રહેશે કે નહીં તેના પર સસ્પેન્સ છે. આવું જ કંઈક ટીએમસી નેતા મમતા બેનરજીને લઈને કહેવાઈ રહ્યું છે. મમતા સ્વયં ન પણ પહોંચે તો તેના પ્રતિનિધિના પહોંચવાની વાત કહેવામાં આવી રહી છે. એનસીપી નેતા શરદ પવાર વિપક્ષી એકતા અને કોંગ્રેસને આ દિશામાં પહેલ કરવાની વાતનું સમર્થન આપી ચૂક્યા છે તેથી તેમના પહોંચવાની સંભાવના રહેલી છે. બિહારથી તેજસ્વી યાદવ અને જીતન રામ માઝી રાત્રિ ભોજમાં સામેલ થાય તેવી પૂરી શક્યતા છે.

print

Comments

comments

VOTING POLL