ભાટીયામાં બે દિવસમાં પાંચ ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર

July 17, 2017 at 2:04 pm


ભાટીયામાં ગત શનિવારે મોડી રાત્રિથી વ્હેલી સવારના રવિવાર સુધી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને અઢીથી ત્રણ ઇંચ જેટલું હેત વરસાવતા ઠેર-ઠેર પાણી-પાણી થઇ ગયા હતા, જ્યારે આજે વ્હેલી સવારના છ વાગ્યાથી ધોધમાર વરસાદ ચાલુ થતાં વધુ અઢી ઇંચ વરસી જતાં બે દિવસમાં પાંચ ઇચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની િસ્થતિ સજાર્વા પામી છે. ભાટીયામાં ભારે વરસાદથી ગામનું વર્ષો જુનું કેશરીયા તળાવ આેવરફલો થઇ જતાં આેગન નીકળી ગયું છે, તાલુકામાં મામલતદાર પુનિતભાઇ સરપદડજીયા સાથેની વાતચીત દરમ્યાન તાલુકાના રાવલ, લાંબા, કલ્યાણપુર, ભાટીયા, નંદાણા, મેવાસા સમગ્ર પંથકમાં 24 કલાકનો 3 ઇંચ જેટલો વરસાદ નાેંધાયો છે અને કોઇ જાતની જાન-માલની હાની થયાના અહેવાલો સાંપડéા નથી. ભાટીયાના જુના રેલવે સ્ટેશન રોડ પાસેના પેટ્રાેલ પંપ પાસે જીઇબીના ટી.સી. માં આકાશી વિજળી પડતાં આગ લાગી જવાથી ખાખ થઇ ગયું હતું અને વિજળી રાણી ગુલ થઇ ગયા હતા, જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડéાે હતો, જ્યારે ભાટીયાના બાડીયા તળાવ, ખારા તળાવ, ચેકડેમ, તિલાક નદી સહિતમાં નવા નીરની આવકથી આેવરફલો થતાં લોકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.

print

Comments

comments

VOTING POLL