ભાટીયા સહિત બારાડી પંથકમાં વરસાદ ખેંચાતા ખેતી પાણીને લઇને લોકોમાં ભારે ચિંતાઃ વરસાદ જોવાતી રાહ

July 14, 2018 at 12:56 pm


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા-બારાડી પંથક કલ્યાણપુર તાલુકામાં વીસથી પચ્ચીસ દિવસ વીતી જવા છતાં વરસાદ ખેંચાઇ જતા અને કલ્યાણપુર તાલુકાના ભાટીયા, રાવલ, લાંબા, કલ્યાણપુર, નંદાણા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ વરસાદનો ઇન્તેજાર લંબાતા આ વિસ્તારના ખેડૂતો અને લોકોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઇ છે. જુલાઇ માસનું પખવાડીયું વીતવા આવ્યા છતાં વરસાદ ન પડતા ધરતી પુત્રો કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે.રાજ્યભરમાં વરસાદ વરસવા છતાં બારાડી પંથકમાં ચોમાસામાં બફારાનું વાતાવરણ રહેવા છતાં વરસાદ ન વરસતા પાણીની સમસ્યાનો પણ સામનો આ વિસ્તારના લોકોને કરવો પડી રહ્યાે છે.આ પંથકમાં સારો વરસાદ થાય તે માટે લોકો દ્વારા પ્રાથર્ના કરવામાં આવી રહી છે, આમ છતાં વરૂણ દેવ હજુ રીÈયા ન હોય ધરતી પુત્રો સાથે સર્વ કોઇ મેઘરાજા મન મૂકીને વરસે તેની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL