ભાણવડઃ ટીબડીમાંથી દેશી દારૂ ભરેલી કાર સાથે બુટલેગરને ઝડપી પાડતું આર.આર.સેલ

November 13, 2017 at 1:37 pm


રાજયમાં કડક દારૂબંધીની અમલવારીની ગુલબાંગો ફેકતી સરકારને ખોટી સાબિત કરવા તલપાપડ હોય તેમ ભાણવડ પંથકમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ થઇ રહી છે. આજરોજ રાજકોટ આર.આર.સેલના પીએસઆઇ કૃણાલ પટેલ તેમજ સ્ટાફને મળેલી ખાનગી બાતમી મુજબ ભાણવડ તાલુકાના ટીબડી ગામેથી દેશી દારૂ ભરેલી કાર નિકળનાર હોવાની હકીકતના આધારે તે જગ્યાએ વોચ ગોઠવી દેતા વર્ણન કર્યા મુજબની સ્વીફટ કાર નિકળતા તેને અટકાવી તલાસી લેતા તેમાંથી દેશી દારૂ લી.720 કિ.રૂા.14,400/- મળી આવ્યો હતો જેથી ફરિયાદી દેશુરભાઇ એલ.ભાટીયા આર.આર.સેલ રાજકોટની ફરિયાદના આધારે દેશી દારૂ સાથે ઝડપાઇ ગયેલ આરોપી દેવા ધના ઉલવા રે.રાણાવાવવાળા વિરૂધ્ધ પ્રાેહિ.એકટની વિવિધ કલમ મુજબ ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દર્જ કરાવેલ છે. આ સાથે દેશી દારૂ ઉપરાંત એક મોબાઇલ કિ.રૂા.500 તથા સ્વીફટ કાર કિં.રૂા.3,00,000 સહિત કુલ રૂા.3,14,900નો મુદામાલ કબ્જે કરવામાં આવ્éાે છે.

print

Comments

comments

VOTING POLL