ભાણવડના વેરાડ ગામે જુગારના અખાડામાંથી સાત સપડાયા

April 16, 2018 at 1:22 pm


દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક રોહન આનંદની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક જામખંભાળીયા માર્ગદર્શન મુજબ પ્રાેહી, જુગારની બદી નેસ્તોનાબુદ કરવા કડક સુચના કરેલ હોય જે અન્વયે સ્ટાફના પો. હેડ કોન્સ. મસરીભાઇ સાજણભાઇ ભોચીયા તથા પો. કોન્સ. પરેશભાઇ નારણભાઇ સાંજવા તથા પો.કોન્સ. નિલેષભાઇ હાજાભાઇ કારેણા તથા પો. કોન્સ. માલદેભાઇ હરદાસભાઇ કરંગીયા વિગેરે સ્ટાફના માણસો પેટ્રાેલીગમાં હતા. દરમ્યાન અમોને ખાનગી રાહે હકીકત મળેલ હોઇ કે વેરાડ ગામમાં રહેતા જગદીશભાઇ બાવનજીભાઇ કણસાગરા જાતે પટેલ રહે. વેરાડ તા. ભાણવડ વાળો પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનના બહારથી માણસો ભેગા કરી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે તીનપત્તી નામનો જુગાર ચલાવી જુગારનો અખાડો ચલાવે છે જે આધારે સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા જુગાર રમતા સાત ઇસમને રોકડા રૂા. 94400 તથા મોબાઇલ ફોન નંગ-5 કિં. રૂા. 2600 મળી કુલ રૂા. 97000 ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુન્હો રેકર્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

જામજોધપુરમાં પરિણીતાને દુઃખ-ત્રાસ આપ્યાની રાવ

જામજોધપુરના શાંતીનગરમાં રહેતી હીનાબેન નાજાભાઇ બાટા (ઉ.વ.19) નામની પરિણીતાને અવાર નવાર નાની નાની બાબતોમાં મેણાટોણા મારી દુઃખ ત્રાસ આપતા હોય જે બાબતની દિનેશભાઇને વાત કરતા કોઇ જવાબ ન આપી તેમજ તેણીને માર મારતા હોય અને આરોપી કમલેશ અને નિર્મળ નાની નાની બાબતોમાં સમાધાનના બહાને આવી સમાધાન કરવા તથા કોઇ ફરીયાદ ન કરવા ધમકી આપી મદદગારી કરી હતી. હીનાબેન દ્વારા ઉપરોકત બનાવ અંગે જામજોધપુર પોલીસમાં બે દિવસ પહેલા દિનેશ નાજા બાટા, કારીબેન નાજા બાટા, રવજી નાજા બાટા, સીમાબેન રવજી બાટા અને જેતપુરના ચંપાબેન નવીન, વનાણાના કમલેશભાઇ તથા જેતપુરના નિર્મળ બાટાની વિરુધ્ધ આઇપીસી કલમ 498-એ, 323, 506(2), 114 મુજબ ફરીયાદ કરી હતી.

print

Comments

comments

VOTING POLL