ભાણવડ પંથકમાંથી અડધા કરોડથી વધુનો દારૂ ઝડપાયો

September 12, 2018 at 2:19 pm


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના રાણપર ગામ નજીક આવેલા બરડા ડુંગરમાં ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતરવાની હકીકતના પગલે એલસીબીએ ગઇરાત્રી દરમ્યાન વોચ ગોઠવી હતી, જેમાં ઘંટેશ્વર મહાદેવના મંદિર નજીકથી પોલીસે મહારાષ્ટ્ર પાસિંગનો આઇસર ટ્રક ઝડપી લીધો હતો. પોલીસે ટ્રકમાં રહેલ 24256 બોટલ સહિત રૂા.69 લાખથી વધુની માલમતાની કબ્જે કરી હતી. જયારે પોલીસના આ દરોડા દરમ્યાન કુખ્યાત બુટલેગર બંધુઆે સહિતના આઠ શખસો નાશી છુટયા હતાં. પોલીસે આ અંગે ગુનો નાેંધી ફરાર થયેલા શખસોને શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતિ સદંતર બંધ રહે તે અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની સુચના મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સ. એલ.ડી.આેડેદરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવા એલસીબી સ્ટાફને સુચના કરતા જે અનુસંધાને પો.સ.ઇ. વી.એમ.ઝાલા તથા એલસીબી સ્ટાફના માણસો સાથે ગત રાત્રીના ભાણવડ વિસ્તારના પેટ્રાેલીગમાં હતાં, દરમ્યાન એલસીબી સ્ટાફના પો.હેડ.કોન્સ. અરજણભાઇ ચંદ્રાવાડીયા તથા મસરીભાઇ ભારવાડીયા તથા ભરતભાઇ ચાવડાને ખાનગી બાતમી રાહે સયુકતમાં હકીકત મળેલ કે, રાણપર ગામે ધીગેશ્વર મહાદેવના મંદિર તરફ જતાં રસ્તે બરડા ડુંગરમાં અરજણભાઇ આલાભાઇ કોડીયાતર, પોપટભાઇ આલાભાઇ કોડીયાતર, કરમણ ઉર્ફે ઘેલીયો જગાભાઇ કોડીયાતર, લાખાભાઇ રામાભાઇ કોડીયાતર (રે.બધા રાણપર તા.ભાણવડવાળાઆે) ટ્રક નં.એમએચ.46એફ.4935માં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો મંગાવી અને આ દારૂના જથ્થાને ટ્રકમાંથી ઉતારવાની પેરવીમાં છે.

તેવી હકીકત આધારે રેઇડ કરતા રાણપર ગામે જુની બંધ પથ્થરની ખાણમાં ટ્રક નં.એમએચ.46એ.4935માંથી દારૂ ઉતારતા સાત-આઠ ઇસમો પોલીસને જોઇ ભાગવા લાગેલ તેમની પાછળ સ્ટાફના માણસો દોડતા તે અંધારાનો/જંગલનો લાભ લઇ જંગલમાં નાશી ગયેલ અને પકડાયેલ નહી. આ નાશી જનાર ઇસમોમાં રાણપરના અરજણભાઇ આલાભાઇ કોડીયાતર, પોપટભાઇ આલાભાઇ કોડીયાતર, કરમણ ઉર્ફે ઘેલીયો જગાભાઇ કોડીયાતર, લાખાભાઇ રામાભાઇ કોડીયાતર તથા અન્ય અજાÎયા ત્રણ ચાર ઇસમો હોવાનું સ્ટાફના માણસોએ આેળખી બતાવેલ હોય, જેથી આ આરોપી જે જગ્યાએથી ટ્રક મુકી નાશી ગયેલ તે ટ્રકમાંથી કુલ પેટી નં.1188, બોટલ નંગ 14256, કિ.રૂા.5702400નો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો મળી આવેલ.

તેમજ આઇસર ટ્રક નં.એમએચ.46એફ.4935 કિ.રૂા.1200000 તથા જીપીએસ તાલપતરી દોરડુ તથા બીલ્ટી મળી કુલ કિ.રૂા.6906900નો મુદામાલ પકડી પાડી નાશી ગયેલ આરોપીઆે વિરૂધ્ધ ભાણવડ પો.સ્ટે.ખાતે ગુનો રેકર્ડ કરાવી આરોપીઆેને પકડી પાડવા આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

નામીચા બુટલેગ2ાેનો અગાઉ પણ ક2ાેડો રુપીયાનો દારુ ઝડપાયો હતો.

ભાણવડના બ2ડા ડુંગ2 વિસ્તા2માં આવેલ 2ાણપ2,પાછત2,પાછત2ડી સહિત વિસ્તા2ની ખાણો વિદેશી દારુ 2ાખવા માટેની એક મુખ્ય જગ્યા બની ગયેલ છે. ક2ાેડો રુપીયાના દારુ ભ2ેલા ટ્રકો આ વિસ્તા2માં ઉતા2વામાં આવતા હોવાથી પોલીસે અનેક વખત 2ેઈડ ક2ી આજદિન સુધી ક2ાેડો રુપીયાનો દારુ અહીથી ઝડપી પાડવામાં આવ્યો છે. એમ છતાં ફ2ી ફ2ીને વિદેશી દારુનો જંગી વેપલો ક2વામાં નામીચા બુટલેગ2ાે પીછે હટ ક2તા ન હોવાનું જણાય છે.

મહા2ાષ્ટ્ર પાસીગનો ટ્રક બ2ડા સુધી પહાેંચ્યો ંંં

બ2ડા વિસ્તા2 તેમજ ભાણવડના કપુ2ડી અને ખંભાળિયા 2ાેડ પાસેથી મહિનાઆે પહેલા જ પોલીસે અન્ય 2ાજયોમાંથી વિદેશી દારુની ખેપ ભ2ી આવતા ટ્રકો બ2ડા સુધી પહાેંચે તે પહેલા જ ક2ાેડોનો દારુ ઝડપી પાડયો હતો ત્યા2ે આ જાેતા એક તર્ક એ પણ ઉભું થાય છે કે, 2ાજયોની બોર્ડ2ાે પા2 ક2ી આવતા ટ્રકો છેક ભાણવડના બ2ડા સુધી પહાેંચી જાય તો વચ્ચે આવતી ચેક પોસ્ટની ચેકીગ પોલ પણ ઉઘાડી પડી છે.

print

Comments

comments

VOTING POLL