ભાણવડ માઇક્રાે ઇરીગેશન ડીલર એસો.એ મુખ્યમંત્રીને પાઠવેલ આવેદનપત્ર

January 11, 2019 at 1:04 pm


ગુજરાત સરકારે સન-2005થી ખેડુતો માટે ટપક અને ફºવારા પિયત પધ્ધતિની સહાય અને ટેકનોલોજી મળે તે હેતુથી પારદર્શક વહિવટ સાથે જીજીઆરસી યોજના લાગુ કરવામાં આવી હતી પરંતુ ખેડુતો સરળતાથી આ સિસ્ટમ વસાવી શકે તે માટે કેટલીક મુશ્કેલીઆે પડી રહી છે તેને દુર કરવા માટે ભાણવડ માઇક્રાે ઇરીગેશન ડીલર એસો.એ મામલતદાર મારફત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આવેદનપત્ર પાઠવેલ છે.

આવેદનમાં જે મુશ્કેલીઆે પડી રહી છે તેને મુદ્દાક્રમમાં બનાવી સુપરત કરવામાં આવ્યા છે. પ્રથમ મુદ્દાે જીજીઆરસી નિયુકત એજન્સી તરફથી ખેતરોમાં 100 ટકા નળીઆે પાથરી ટ્રાયલ રન કરવામાં આવી રહી છે પરંતુ આ વર્ષે આેછા વરસાદને કારણે કુવામાં પાણી ન હોઇ ખેડુતોએ તેમની નળીઆે સંકેલી લઇ મુકી દીધેલ હોવા છતાં આ એજન્સીઆે 100 ટકા નળીઆે પથરાવી ખાલી કુવાઆેમાં વહેચાતું પાણી ભરાવી ટ્રાયલ રન કરાવી રહી હોઇ ખેડુતોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યાે છે તો સરકાર સામે પણ આંગણી ચિંધાઇ રહી છે જેથી એજન્સીઆે ટ્રાયલ રનને બદલે સંકલી નળીઆે ખેતરના સેઢે રાખી ફિજીકલ વેરીફિકેશન કરે તે દિશામાં ઘટતું કરવા માંગ કરેલ છે. બીજો મુદ્દાે પુનઃ સહાયમાં કાપ મુકવાને લઇને છે જેનાં જીજીઆરસીના નિયમ મુજબ ટપક કે ફºવારા પધ્ધતિ વસાવેલ ખેડુતે સાત વર્ષ પછી સહાય મેળવવા પાત્રતા ધરાવતા ખેડુતને અન્ય ખેડુત જેટલી જ સહાય મળવા પાત્ર હતી જેમાં રાજય સરકારે ઠરાવ ક્રમાંક પરત/102005/497(48)પાર્ટ-4 સીએસએસ ફંડ (પાર્ટ ફાઇલ નંબર)/1 તા. 18/9/2018 થી એવો નિયમ બનાવ્યો કે, સાત વર્ષ પછી ફરીથી ટપક પધ્ધતિ વસાવવા માંગતા હોય તેમની સહાય 70 ટકાથી ઘટાડી નાના ખેડુતો માટે 55 ટકા તેમજ મોટા ખેડુતો માટે 45 ટકા કરી નાખવામાં આવેલ છે જયારે કે, ગુજરાત સિવાય એક પણ રાજયમાં આવો ફેરફાર કરવામાં આવેલ નથી. દરેક રાજય 70 ટકા સહાય આપી રહી છે તો ગુજરાત સરકાર પણ 70 ટકા સહાય પુનઃઆપવી શરૂ કરે. ત્રીજો મુદ્દાે કોસ્ટ લિમિટને લઇને છે. જીજીઆરસીમાં પહેલા એવી સિસ્ટમ હતી કે, જે ખેડુત ફºવારા પધ્ધતિ વસાવે તેની યુનિટ કોસ્ટની લિમિટ બાકી હોય તે મર્યાદામાં ટપક પધ્ધતિ પણ વસાવી શકતા હતા કારણ કે ફºવારા પધ્ધતિ માત્ર મગફળીના પાકમાં જ ઉપયોગમાં લેવાય છે અને ખેડુતો અન્ય પાકમાં ટપક પધ્ધતિ ઉપયોગમાં લે છે. પરંતુ હાલના નવા નિયમ મુજબ િસ્પ્રન્લર વસાવેલ ખેડુતો ડિ²પસિસ્ટમ વસાવી શકતા નથી જેને લઇ ખેડુતોને ખુબ નુકશાન થઇ રહયું છે. આ નિયમ પણ બીજા કોઇ રાજયમાં લાગુ કરવામાં નથી આવ્યો ચોથાે મુદ્દાે જીએસટીને લઇને છે. ટપક અને ફºવારા પિયત ઉપકરણો પર 12 ટકા જીએસટી છે તે ઘટાડી 5 ટકા કરવામાં આવે અથવા જીએસટીની રકમ ઉપર સબસીડી આપવામાં આવે જેથી ખેડુત પરનો બોજ આેછો થાય અને ખેડુતોમાં સરકાર સામે નકારાત્મક અસર ન ફેલાય. આ ઉપરાંત અન્ય કેટલીક સમસ્યાઆેને લઇને ખેડુતોને પડતી મુશ્કેલીઆેની રજુઆતો કરવામાં આવી છે જે અંગે રજુઆત કરવામાં આવી છે. આમ એક તરફ સરકાર 2022 સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનું મિશન રાખી રહી હોવાની મોટી-મોટી ગુલબાંગો ફºંકી રહી છે અને પાછલા બારણેથી ખેડુતલક્ષી, ખેડુતોપયોગી સવલતોમાં કાપ મુકતી જોઇ રહી છે.

print

Comments

comments

VOTING POLL