ભારતના સ્પિનર કુલદીપ યાદવ અને યુજવેંદ્ર ચહલ છવાઈ ગયા

February 14, 2018 at 12:55 pm


દ.આફ્રિકાના પ્રવાસ દરમિયાન ભારતના સ્પિનર કુલદીપ યાદવ અને યુજવેંદ્ર ચહલ છવાઈ ગયા છે. 6 વન ડે મેચની સીરિઝમાં 4-1થી આગળ ભારતની જીત માટે આ બંનેએ અત્યાર સુધીમાં 30 વિકેટ ચટકાવી છે. આ બંનેની બોલિંગ હાલ મેચના પરિણામ નક્કી કરી રહી છે.આ સીરિઝમાં જોવામાં આવ્યું છે કે યાદવ અને ચહલ ચાલ્યા તો મેચ ઇન્ડિયા જીત્યું છે નહીંતર હાર્યું છે. જેમ કે ચોથી વનડેમાં ભારતની હારનું કારણ ચહલ અને યાદવનું ન ચાલવું છે. જોકે પાંચમી મેચમાં બંનેની જાદુઈ બોલિંગે ફરી એકવાર કમાલ કરી અને ભારતને શ્રેણી જીતાવી દીધી.તો બીજા પણ અનેક રેકોર્ડ બન્યા છે. જેમ કે પાંચમી મેચ જે ગ્રાઉન્ડ પર હતી તે પોર્ટ એલિઝાબેથની પિચ પર ભારત તેના પાછલા પાંચેય મેચ હાર્યું છે જ્યારે આ પેહલી જીત છે હાલની વનડે સીરિઝમાં કુલદીપ યાદવ 16 વિકેટ સાથે ટોપ પર છે. જ્યારે બીજા સ્થાને યુજવેંદ્ર ચહલ 14 વિકેટ સાથે છે. જોકે કુલદીપે ભારતને જીત અપાવાની સાથે અન્ય એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તેઓ આફ્રિકાની ધરતી પર કોઈપણ બે દેશ વચ્ચે રમાયેલ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાવાળા સ્પીનર બની ગયા છે.કુલદીપે સીરિઝમાં કુલ 16 વિકેટ સાથે વેસ્ટ ઇન્ડિઝના કીથ અર્થર્ટનના 1999માં દ.આફ્રિકા સામે 12 વિકેટના રેકોર્ડને તોડી દીધો છે. તે સીરિઝ પણ 7 મેચની હતી. જેમાં વેસ્ટ ઇન્ડિઝ 1-6થી હારી ગયું હતું.કુલદીપ યાદવ કુલ 16 વિકેટ (ભારત વિ. દ.આફ્રિકા 2018)
– યુજવેંદ્ર યાદવ કુલ 14 વિકેટ (ભારત વિ. દ.આફ્રિકા 2018)
– કીથ અર્થર્ટન કુલ 12 વિકેટ (વેસ્ટઇંડિઝ વિ. દ.આફ્રિકા 1999)
– શેન વૉર્ન કુલ 11 વિકેટ (ઓસ્ટ્રેલિયા વિ. દ.આફ્રિકા 1904)

print

Comments

comments

VOTING POLL