ભારતે બાંગ્લાદેશને 208 રનથી હરાવ્યું: અશ્વિન-જાડેજાએ ઝડપી 4-4 વિકેટ

February 13, 2017 at 2:33 pm


આર.અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની શાનદાર બોલિંગની મદદથી ભારતે બાંગ્લાદેશને એકમાત્ર ટેસ્ટ મેચમાં 208 રને હરાવ્યુ છે. 459 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની આખી ટીમ બીજી ઇનિંગમાં 250 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતે 19મી ટેસ્ટ મેચ જીતી હતી.આ સાથે જ તેને સુનીલ ગાવસ્કરના 18 ટેસ્ટ મેચ જીતવાના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને જાડેજાએ 4-4 વિકેટ ઝડપી હતી. મુશ્ફિકુર રહીમ 23 રને અશ્વિનની ઓવરમાં જાડેજાને કેચ આપી બેઠો હતો. આ પહેલા શાકિબ અલ હસન 22 રને જાડેજાની ઓવરમાં આઉટ થયો હતો. સબ્બીર રહેમાન 23 રને ઇશાંત શર્માની ઓવરમાં એલબી આઉટ થયો હતો.

print

Comments

comments

VOTING POLL