ભારતની ભૂમિ પર એક એવું મંદિર કે જ્યાં ભક્તો પોતાના શુભ કાર્યની શરૂઆત પહેલા ગણેશજીને આમંત્રણ મોકલે છે

February 17, 2018 at 1:44 pm


હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતા હોવાનો ઉલ્લેખ છે. આ બધામાં ગણેશજીને સૌથી પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. શ્રીગણેશ વિધ્નહર્તા છે, જે શુભ કાર્યોમાં આવતી અડચણોને દૂર કરે છે. એટલા માટે જ કોઈ પણ ધાર્મિક શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીની પુજા કરવામાં આવે છે.ભગવાન ગણેશના દેશ-વિદેશમાં હજારો મંદિરો છે પરંતુ ભારતની ભૂમિ પર એક એવું મંદિર છે કે કે જ્યાં આજે પણ ભક્તો પોતાના ઘર પરિવારમાં શુભ કાર્યની શરૂઆત પહેલા ગણેશજીને આમંત્રણ મોકલે છે. આ મંદિર રાજસ્થાનના સવાઈ મધોપુરથી અંદાજીત 10 કિમી દૂર રણથંભોર કિલ્લાની અંદર આવેલું છે.મંદિરના ઈતિહાસની વાત કરીએ તો તેની સ્થાપના 10મી સદીમાં રાજા હમીરે બનાવ્યું હતું. યુદ્ધ દરમિયાન રાજા હમીરના સપનામાં સ્વયંમ ગણેશજી આવ્યા અને તેમને વિજય થવાના આશિર્વાદ આપ્યા. યુદ્ધમાં વિજય મળ્યાં બાદ કિલ્લાની અંદર ભગવાન ગણેશજીના મંદિરની સ્થાપના કરી.આ મંદિરમાં દૂર દૂરથી ભગવાન ગણેશના નામની ચિઠ્ઠી કે આમંત્રણ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. એડ્રેસ તરીકે તેના પર લખવામાં આવે છે કે ‘ભગવાન ગણેશજી, રણથંભોર કિલ્લો, જિલા સવાઈ માધોપુર (રાજસ્થાન), લખવામાં આવે છે.’ પોસ્ટમાં ચીઠ્ઠી આવતા જે મંદિરના પુજારી ભગવાન ગણેશજીને અર્પિત કરે છે.

print

Comments

comments

VOTING POLL