ભારતની હરણફાળ સામે બાંગ્લાદેશની કાચબા ચાલ: 6 વિકેટે 322 રન

February 11, 2017 at 5:09 pm


ભારત વિરૂદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે બાંગ્લાદેશે પ્રથમ ઇનિંગમાં 6 વિકેટે 322 રન બનાવ્યા હતા. મુશ્ફિકુર રહીમ 81 અને મેંહદી હસન 51 રને અણનમ રહ્યાં હતા. બાંગ્લાદેશ હજુ ભારતથી 365 રન પાછળ છે અને તેની 4 વિકેટ બાકી છે.
બાંગ્લાદેશને પ્રથમ ફટકો સોમ્ય સરકારના રૂપમાં લાગ્યો હતો. સોમ્ય સરકાર 15 રને ઉમેશ યાદવની ઓવરમાં સહાને કેચ આપી બેઠો હતો. ત્યારબાદ તમીમ ઇકબાલ 25 રને ભૂવનેશ્વર કુમારના સીધા થ્રોમાં રન આઉટ થયો હતો. મોમીનુલ હક 12 રને ઉમેશ યાદવની ઓવરમાં એલબી આઉટ થયો હતો. મહમદુલ્લાહ 28 રને ઇશાંત શર્માની ઓવરમાં એલબી આઉટ થયો હતો. આ પહેલા શાકિબ અલ હસન 82 રને આઉટ થયો હતો.

આ પેહલા ભારતે પ્રથમ ઇનિંગ 6 વિકેટે 687 રને ડિકલેર કરી હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ 204 રન, મુરલી વિજયે 108 તેમજ રિદ્ધિમાન સહાએ 106* રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ સતત ચોથી સિરીઝમાં બેવડી સદી ફટકારી હતી. આમ કરનાર તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો હતો.

print

Comments

comments

VOTING POLL