ભારતને મળ્યો બન્ને હાથેથી બોલિંગ કરતો ગજબનો આેલરાઉન્ડર

July 27, 2018 at 6:43 pm


ક્રિકેટરસિકોએ અત્યાર સુધી એવા બોલર જોયા હશે જે બોલને હવામાં બન્ને બાજુ િસ્વ»ગ કરાવવાનું જાણતા હોય પરંતુ શું એવો બોલર ક્યારેય જોયો છે જે બન્ને હાથેથી બોલિંગ કરતો હોય ં તામિલનાડુ પ્રિમિયર લીગમાં એક એવો જ ખેલાડી છે જેણે સૌને આòર્યમાં મુકી દીધા છે. આ ખેલાડીનું નામ મોકિત હરિહરન છે. મોકિત આ ટૂનાર્મેન્ટમાં વી.બી.કાંચી વિર્રન્સ તરફથી રમે છે. તેણે ડિનિગુલ ડ્રેગન્સ સામેના મેચમાં બન્ને હાથેથી બોલિંગ કરી હતી. રસપ્રદ વાત એ રહી કે જ્યારે જમોણી બેટસમેન આવે તો તે ડાબે હાથે બોલિંગ કરતો હતો અને જ્યારે ડાબોડી બેટસમેન આવે તો તે જમણે હાથે બોલિંગ કરતો હતો.
જો કે આટલી કળાયુક્ત બોલિંગ કરવા છતાં આ મેચમાં તેને વિકેટ મળી શકી નહોતી પરંતુ ત્યારબાદ જ્યારે તેની બેટિંગનો વારો આવ્યો ત્યારે તેણે રનોનું રમખાણ સજીર્ દીધું હતું. આ મેચમાં તે ચોથા નંબરે બેટિંગ કરવા માટે આવ્યો અને ચોગ્ગા-છગ્ગા ફટકારતાં 50 બોલમાં 77 રન બનાવી લીધા હતાં. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

તેણે આ દરમિયાન ફ્રાંસિસ રોકિન્સ સાથે મળીને 139 રનની ભાગીદારી પણ બનાવી હતી અને આ પ્રકારે તેની ટીમે 20 આેવરમાં 4 વિકેટ ગુમાવી 166 રન બનાવ્યા હતાં. બન્નેની જોડીએ અંતિમ આેવરોમાં જોરદાર હિટિંગ કરતાં 4 આેવરમાં 65 રન ફટકાર્યા હતાં જેમાંથી 26 રનનો અંતિમ આેવરમાં આવ્યા હતા.

print

Comments

comments

VOTING POLL