ભારતમાં જૂન સુધી ઈન્ટરનેટ વપરાશકારોની સંખ્યા 50 કરોડને પાર

February 21, 2018 at 5:53 pm


દેશમાં ઈન્ટરનેટ ઉપયોગ કરનારા લોકોની સંખ્યા જૂન સુધી વધીને 50 કરોડને પાર પહોંચી જશે. ગત ડિસેમ્બરમાં 48 કરોડ 10 લાખ આંકડો પહોંચ્યો હતો. ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં આ વાત જણાવામાં આવી હતી.

શહેરી વિસ્તારોમાં 64.84 ટકા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે અને તેની સંખ્યા જૂન સુધી વધીને 30 કરોડ 40 લાખ સુધી પહોંચી જશે. ગ્રામીણ વિસ્તારમાં 60.60 ટકા ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે અને ડિસેમ્બર 2017માં 18 કરોડ 60 લાખ સુધી આ સંખ્યા વધીને જૂન સુધી 19 કરોડ 50 લાખ પહોંચી જશે.

ઈન્ટરનેટ યૂઝર્સનાં નિષ્ણાતોએ જણાવ્યું કે, શહેરોમાં લોકો ઈન્ટરનેટનો ઉપયોગ વધારે કરે છે. જ્યારે ગામડામાં લોકો મનોરંજન માટે ઉપયોગ કરતા હોય છે. ગામડામાં 58 ટકા ઈન્ટરનેટનો ઉપયોગ મનોરંજન માટે, 56 ટકા લોકો આનલાઈન વર્ક, 49 ટકા સોશિયલ નેટવર્કિંગ માટે, 35 ટકા ઓનલાઈન સેવાઓ માટે અને 16 ટકા ઓનલાઈન પૈસા ટ્રાંસફર અને 35 ટકા ઓનલાઈન સર્વિસ માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.

સ્માર્ટફોન અને મોબાઈલ ઈન્ટરનેટના ઉપયોગની બાબતમાં ગામડામાં અને શહેરોમાં સંખ્યા એક જ સરખી છે. ગામડામાં 87 ટકા અને શહેરોમાં 86 ટકા લોકો માબાઈલ અથવા સ્માર્ટફોનમાં ઈન્ટરનેટનો યુઝ કરે છે.

print

Comments

comments

VOTING POLL