ભારતમાં પહેલી વખત રમાશે દિવ્યાંગ ટેસ્ટ મેચ

February 24, 2018 at 10:42 am


ભારતના દિવ્યાંગ ક્રિકેટના ઈતિહાસમાં એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. ભારતીય ટીમ અફઘાનિસ્તાન સાથે ૨૬થી ૨૮ માર્ચ વચ્ચે ત્રણ દિવસીય ટેસ્ટ મેચ રમશે. ‘મોદી દોસ્તીકપ’ના નામથી રમાનારો આ મુકાબલો બરોડાના ગુજરાત રિફાઈનરી ગ્રાઉન્ડ પર ગુલાબી બોલથી દૂધીયા રોશનીમાં રમાડવામાં આવશે.

દિવ્યાંગ ક્રિકેટમાં વિશ્ર્વ સ્તર પર આ પ્રકારનો પ્રથમ મેચ હશે. આ ત્રણ દિવસીય ટેસ્ટ મેચ બાદ બે ટી–૨૦ મુકાબલા પણ રમાડવામાં આવશે. ફિઝીકલી ચેલેન્જડ ક્રિકેટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના મહાસચિવ રવિ ચૌહાણે કહ્યું કે અમે આ મુકાબલા મારફતે બીસીસીઆઈનું ધ્યાન અમારા બોર્ડને માન્યતા અપાવવા માગીએ છીએ. ચૌહાણે કહ્યું કે દિવ્યાંગ ક્રિકેટ પણ ધીમે–ધીમે પ્રગતિ કરી રહ્યું છે. અમે તેને નવી ઉંચાઈ પર લઈ જવા માગીએ છીએ અને આ ટેસ્ટ મેચ એ દિશામાં ઉઠાવવામાં આવેલું જ એક પગલું છે. દિવ્યાંગ ક્રિકેટ સતત આગળ વધી રહ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે દુનિયાનું સૌથી ધનીક ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ અમારા સંઘને માન્યતા આપે. બીજી બાજુ અફઘાનિસ્તાનના દિવ્યાંગ બોર્ડના ડાયરેકટર અબ્દુલ મનન મુસુદએ પણ આ મેચના આયોજન પર ખુશી વ્યકત કરી હતી અને ભારતની આ પહેલના વખાણ કર્યા હતાં. આ ટેસ્ટ મેચથી દુનિયામાં ક્રિકેટની સર્વેાચ્ચ સંસ્થા આંતરરાષ્ટ્ર્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)નું ધ્યાન પણ અમારી તરફ જશે.

print

Comments

comments

VOTING POLL