ભારતીય ડ્રોન ચીની સરહદમાં ઘૂસ્યા બાદ તૂટી પડયું: ચીનનો જૂઠો આરોપ

December 7, 2017 at 11:58 am


ભારત અને ચીન વચ્ચેના કડવા સંબંધો વધુ કડવા બને તેવી ઘટના આકાર લઈ ગઈ છે અને ચીનના સત્તાવાર મીડિયાએ એવી જાહેરાત કરી છે કે ભારતીય ડ્રોન ચીનના હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી ગયું હતું અને ત્યારબાદ તે તૂટી પડયું હતું. ભારત અને ચીન વચ્ચે જે સ્ટેન્ડ ઓફ સર્જાયું હતું તેને પગલે આ સૌથી મોટી ઘટના બની છે.
ગત જૂન માસમાં ડોકલામમાં ચીનની આર્મીએ રોડ બનાવવાની શઆત કરી ત્યારે ભારત અને ચીનના સૈનિકો સિક્કિમ સેક્ટરમાં બોર્ડર પર સામસામે આવી ગયા હતા અને ત્યારથી ચીન સાથે સંબંધો કડવા થયા છે અને ત્યારબાદ ચીનની સત્તાવાર સમાચાર સંસ્થાએ એવો આરોપ મુક્યો છે કે ભારતના ડ્રોને નિયમનો ભંગ કરીને ચીનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરી લીધો હતો અને હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું હતું અને અમે આ હરકતનો વિરોધ કરીએ છીએ પરંતુ ભારતીય ડ્રોને ઘૂસણખોરી કયર્િ બાદ તે તૂટી પડયું હતું.
હવે ભારતીય ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે કે તે તેની મેળે તૂટી પડયું છે તે તપાસનો વિષય છે. ભારતીય વિદેશમંત્રી અને વડાપ્રધાન આ બાબતે ચીન પાસેથી ખુલાસો માગે તેવી પણ શક્યતા છે. ચીને ભારતીય ડ્રોન દ્વારા ઘૂસણખોરી કયર્નિો જે આરોપ મુક્યો છે તેમાં કેટલી સચ્ચાઈ છે તે પણ જાણવાની જર છે. ચીન ગમે તેમ બહાના કરીને ભારત સાથે સંબંધો ધરાર બગાડવા માગે છે અને ભારતીય ક્ષેત્રોમાં કબજો જમાવવાની તેની મેલી મુરાદ છે. બગડેલા સંબંધોમાં તેણે વધુ એક હિન પ્રકારની હરકત કરી છે અને ભારતીય ડ્રોન તેના હવાઈ ક્ષેત્રમાં ગેરકાયદે ઘૂસી ગયા બાદ તૂટી પડયું છે તેવી જાહેરાત કરી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડવાની પણ સંભાવના છે. અમેરિકા પણ આ બાબતે ભારતની તરફેણ કરશે તેવી શક્યતા છે.

print

Comments

comments

VOTING POLL