ભારતે સાઉથ આફ્રિકા સામે 5-1થી જીતી સીરીઝ: વિરાટ કોહલીની શાનદાર સદી

February 17, 2018 at 10:49 am


કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને અંતિમ વનડેમાં 8 વિકેટથી હરાવી સીરિઝ 5-1થી પોતાના નામે કરી લીધી છે. સાઉથ આફ્રિકામાં ભારતની કોઈ પણ બાઈલેટરલ સીરીઝમાં સૌથી શાનદાર જીત છે. સાઉથ આફ્રિકાએ ભારતને જીત માટે 205 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ 46.5 ઓવરમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. તેની સામે ભારતે 2 વિકેટ ગુમાવી 33મી ઓવરમાં 206 રન બનાવી જીત હાંસલ કરી હતી.
વિરાટ કોહલીએ પોતાની 35મી વનડે સદી ફટકારી હતી. કોહલી 129 રન અને રહાણે 38 રને અણનમ રહ્યા હતા. વિરાટ કોહલીએ કોઈ દ્વિપક્ષીય સીરીઝમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ઓસ્ટ્રેલિયાના જોર્જ બેલી(478 રન)નેલ રેકોર્ડ તોડ્યો છે. વિરાટને સીરીઝનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો છે.
ટીમ ઈન્ડિયાના ઓપ્નર બેટ્સમેન શિખર ધવન 18 રન અને રોહિત શમર્િ 15 રન બનાવી આઉટ થઈ ગયા હતા. ભારતીય ટીમ તરફથી બોલર શાર્દુલ ઠાકુરે સૌથી વધારે ચાર વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. ભુવનેશ્વર કુમારની જગ્યાએ શાર્દુલ ઠાકુરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારતે ટોસ જીતીને સાઉથ આફ્રિકાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. દક્ષિણ આફ્રિકા તરફથી જોંડોએ સૌથી વધારે 54 રન બનાવ્યા હતા. ડિવિલિયર્સે 30 રન બનાવ્યા હતા.હાસિમ અમલા 10 અને માર્કરામ 24 રને આઉટ થયા હતા. ડિવિલિયર્સ 30 રને આઉટ થયો હતો. ક્લાસેન 22 રને આઉટ થયો હતો. શાર્દલ ઠાકુરે તરખાટ મચાવતા 4 વિકેટ ઝડપી હતી.

print

Comments

comments

VOTING POLL