ભારતે સિક્કિમ અને અરૂણાચલમાં ચીન સરહદે વધારી સૈનિકોની તૈનાતી

August 12, 2017 at 11:12 am


ડોકલામ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે એક રણનીતિક પગલું ઉઠાવતાં ચીન નજીકના સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશની સરહેદો પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. સરકારના વરિષ્ઠ અધિકારીઓએ આ જાણકારી આપી છે. ડોકલામ પર ચીન દ્વારા રોજ અપાતી યુદ્ધની ધમકી વચ્ચે ભારતનું આ પગલું ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું કે, સેનામાં ખતરાનું સ્તર પણ વધારી દેવાયું છે. અધિકારીઓએ જણાવ્યું કે, ડોકલામ પર ચીનનું ભારત પ્રત્યે ઉગ્ર વલણને જોતા ઊભી થયેલી સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી અને સિક્કિમ અને અરૂણાચલ સુધી ચીન સાથે જોડાયેલી 1,400 કિમી લાંબી સરહદ પર જવાનોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવાયો. અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, આર્મીની સુકના બેઝ 33 કોર્પ ઉપરાંત અરૂણાચલ અને આસામમાં સ્થિત 3 અને 4 કોર્પ બેઝને સંવેદનશીલ ભારત-ચીન સરહદની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે. અધિકારીઓએ જોકે જવાનોની સંખ્યા વગેરે વિશે કોઈ જાણકારી ન આપી.
સુરક્ષા વિશેષજ્ઞો મુજબ સરહદ પાસે લગભગ 45 હજાર જવાનોને પયર્વિરણને અનુકૂળ પ્રક્રિયા અંતર્ગત હંમેશા તૈયાર રખાય છે. જોકે, આ બધાને સરહદ પર તૈનાત નથી કરાતા. 9 હજાર ફૂટની ઉંચાઈ પર તૈનાત જવાનોને 14 દવિસ પયર્વિરણને અનુકૂળ માહોલમાં ટ્રેનિંગ અપાય છે. અધિકારીઓએ જણાવ્યું કે, ડોકલામમાં સેનાની તૈનાતી નથી વધારાઈ. આ વિસ્તારમાં ભારતના 350 જવાનો પહેલેથી જ તૈનાત છે.
ઉલ્લેખનીય છે કે, ડોકલામ વિસ્તારમાં ચીન દ્વારા રસ્તો બનાવવાનો ભારતે વિરોધ કર્યો હતો. ભૂતાને પણ ચીનના આ પગલાંનો વિરોધ કર્યો હતો. ડોકલામ મામલે ભારત અને ચીનના સંબંધો તંગ બની ગયા છે. ચીન સતત ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યું છે. ચીન સતત ભારતને ડોકલામમાંથી તેની સેના હટાવી લેવા કહી રહ્યું છે. જ્યારે ભારતનું કહેવું છે કે, મામલાનો ઉકેલ શાંતિની સાથે પરસ્પર વાતચીતથી જ થવો જોઈએ.

print

Comments

comments

VOTING POLL