ભારત અને અમેરિકાનું દબાણ: પાકિસ્તાને હાફિઝ સઈદને માન્યો આતંકવાદી

February 13, 2018 at 11:10 am


અમેરિકા અને ભારતના દબાણમાં આવીને પાકિસ્તાન આતંકવાદ સામે કડક પગલા લેવા માટે મજબૂર બન્યું છે. પાકિસ્તાને એવું પગલું ભયુ છે જેના કારણે આતંકવાદી હાફિઝ સઇદ તેમજ અન્ય આતંકી સંગઠનોની મુશ્કેલી વધી શકે છે.
પાકિસ્તાનના રાષ્ટ્ર્રપ્રમુખ મમનૂન હત્પસૈને એક એવા વટહત્પકમ પર હસ્તાક્ષર કર્યા છે જેનો ઉદેશ્ય સંયુકત રાષ્ટ્ર્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) દ્રારા પ્રતિબંધિત વ્યકિતઓ અને લશ્કર–એ–તોઇબા, અલ–કાયદા અને તાલિબાન જેવા સંગઠનો પર પ્રતિબધં મૂકવાનો છે.
ધ એકસપ્રેસ ટિ્રબ્યૂનના રિપોર્ટ પ્રમાણે આ વટહત્પકમ ટેરરિઝમ પ્રિવેન્સન એકટની એક કલમમાં સુધારો કરે છે, જે અંતર્ગત અધિકારીઓને યૂએનએસસી દ્રારા પ્રતિબંધિત વ્યકિતઓ અને આતંકવાદી સંગઠનો સામે મોટી કાર્યવાહી કરવી, તેમના કાર્યાલયો અને બેંક ખાતાઓને સીઝ કરવાના અધિકાર મળે છે.
સૂત્રો દ્રારા મળી રહેલી માહિતી પ્રમાણે નેશનલ ટેરરિઝમ પ્રિવેન્સન ઓથોરિટી(એનએસસીટીએ)એ આ વાતની પુષ્ટ્રિ કરતા કહ્યું છે કે, ગૃહમંત્રી, નાણા મંત્રી અને વિદેશ મંત્રીની સાથે સાથે એનએસીટીએની એન્ટી–ટેરરિઝમ ફાઇનાન્સિંગ (સીએફટી) શાખા પણ આ મામલે સાથે મળીને કામ કરી રહી છે.
રાષ્ટ્ર્રપતિ ભવનના એક અધિકારીઓ આ ઘટનાક્રમની પુષ્ટ્રિ કરતા કહ્યું કે, આ અંગે કાયદો છે, પરંતુ તેમણે આ અંગે વિસ્તૃત જાણકારી આપવાનો ઇન્કાર કરતા કહ્યું હતું કે આ અંગે રક્ષા મંત્રાલય કઈં પણ કહેવા માટે અધિકારિક ઓથોરિટી છે. અધિકારીઓ કહ્યું કે, ‘સંબંધિત મંત્રાલય આ અંગેની સૂચના તેમજ કોઈ પ્રતિક્રિયા આપશે.’

નોંધનીય છે કે યૂએનએસસીની પ્રતિબંધિત યાદીમાં અલ–કાયદા, તહરિક–એ–તાલિબાન પાકિસ્તાન, લશ્કર–એ–ઝાંગવી, જમાત–ઉદ–દાવા, ફલાહ–એ–ઇન્સાનિયત (એપઆઈએફ), લશ્કર–એ–તોઇબા અને અન્ય આતંકી જૂથો સામેલ છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકારે હાફિઝ સઇદ સાથે સંબધં ધરાવતા બે સંગઠન જમાત–ઉદ–દાવા અને એફઆઈએફ પર પ્રતિબધં મૂકવાની યોજના બનાવી હતી, અને એવું માનવામાં આવ્યું હતું કે આ અંગે કોઈ પ્લાન સોંપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૫માં યૂએનએસસી પ્રસ્તાવ ૧૨૬૭ અંતર્ગત લશ્કર–એ–તોઇબાને પ્રતિબંધિત સંગઠિત જાહેર કરવામાં આવ્યું હતું

print

Comments

comments

VOTING POLL