ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ ડ્રો: પૂજારાની બેવડી સદી, જાડેજાની 9 વિકેટ

March 20, 2017 at 5:45 pm


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી. ભારતને મેચ જીતવા માટે અંતિમ દિવસે 8 વિકેટની જરૂર હતી પરંતુ શોન માર્શ અને પીટર હેન્ડ્સકોમ્બે મળીને ટીમની હારને ટાળી હતી. અંતિમ દિવસે સ્ટમ્પ સુધી ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 204 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 9 વિકેટ જ્યારે ચેતેશ્વર પૂજારાએ બેવડી સદી ફટકારી હતી. ચેતેશ્વર પૂજારાને આ ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પહેલા ભારતે પ્રથમ ઇનિંગ 603/9 રને ડિકલેર કરી અને 152 રનની લીડ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ આ પહેલા પ્રથમ ઇનિંગમાં 451 રન બનાવ્યા હતા. 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં બન્ને ટીમ 1-1ની બરાબરી પર છે. હવે ચોથી ટેસ્ટ મેચ 25 માર્ચથી ધરમશાળામાં રમાશે.

print

Comments

comments

VOTING POLL