ભારત-પાકિસ્તાનના માછીમારોને સંયુક્ત માછીમારીમાં કોઈ વાંધો નથી

September 6, 2018 at 2:22 pm


ભારતનો માચ્છીમાર અને પાકિસ્તાનનો માચ્છીમાર સંયુક્ત રીતે કોમન ફિશીગ ઝોન નક્કી કરીને માછીમારી કરે તો તેમાં માચ્છીમારોને વાંધો નથી, બન્ને દેશોની સરકાર અને રાજકારણ તેમાં આડા આવે છે.
પાકિસ્તાન ઈન્ડિયા પીપલ, નેશનલ ફીશ ફોરમ-પાકિસ્તાન અને પાક ઈન્ડિયા પોલ્યુશન આેર્ગેનાઈટ દ્વારા દિલ્હીમાં મીટીગ મળી હતી. તેમાં ઉપરોક્ત મુજબની ચર્ચાઆે થઈ હતી. આ બેઠકના અધ્યક્ષસ્થાને ડો. સૈયદ એહમતના અધ્યક્ષ જતીન દેસાઈ, નંદુ પાટીલ, બીજન અધ્યક્ષ તથા પાકિસ્તાન હાઈકમીશન સૈયદ હૈદર શાહ કેપ્ટન જબ એહમદ નઝીર અસલમ જાહિદ જ્યુડી. કમીટી મેમ્બર તથા કરબાલ અલી પાકિસ્તાન પ્રતિનિધી તથા વેલજી મસાણી ચેરમેન, જીવન જુંગી રાષ્ટ્રીય કારોબારી સભ્ય અને માચ્છીમાર આગેવાન મોહનભાઈ તથા સુરેશ ખોરાવા હાજર હતા. બોટ માલિક મીટીગની શરૂઆતમાં વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈ તથા નાઝીયા મેડમના તથા જ્યુબી કમીટી પાકિસ્તાનના સૈયદ ચૌધરીના સ્વર્ગવાસને શ્રદ્ધાંજલી આપી સાથે થયેલી હતી.
પાકિસ્તાનમાં ભારતમાં નવી સરકાર આવી એટલે શુભસંદેશ માટે ગુડવીલ 57 બોટો છોડી છે અને અત્યારસુધી એકપણ બોટ છોડી નથી. ફક્ત પાકિસ્તાનના 18 માચ્છીમાર છોડેલ છે. ભારતે પણ નવી સરકારને શુભેચ્છા માટે બોટો અને ખલાસી છોડવા જોઈએ તેવી ચર્ચા થઈ હતી.
આર.પી.ડી.એફ.ડી. ની દિલ્હીમાં મીટીગ મળેલ હતી તેમાં મહત્વના મુદ્દાની ચર્ચામાં ભારતના માછીમાર અને બંદરે અને પાકિસ્તાનના બોટ અને માચ્છીમારની ચર્ચા ચેર પર્સન ડો. સૈયદા હેમેન્દ્ર, પાકિસ્તાન જસ્ટીસ નઝીર કરમાલ અલી તથા જતીન દેસાઈ અને બીજયન પી.આઈ.પી.એફ.ડી. હાજર રહેલ છે.
આગેવાનો દ્વારા ચર્ચા
જતીન દેસાઈએ એવું જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં વધારે બોટો અને માચ્છીમાર પકડાયેલ છે ત્યારે સીવીલીયન આેછા છે. ભારતના માચ્છીમાર વધારે પકડાયેલ તેમનું કારણ કે ઈન્ડસ્ટ્રીઝોનું પોલ્યુશન છે. સમુદ્રકાંઠે ફેક્ટરીઆે ખડકાઈ ગઈ હોવાથી અને તેનું પ્રદૂષણ દરિયામાં ઠાલવાતું હોવાથી માછલા નજીકના દરિયામાં મળતા નથી અને તેના કારણે દૂર દૂર સુધી માછીમારી કરવા જવું પડે છે.
પાકિસ્તાન ફીશ ફોરમ ચેરમેન મહંમદ અલી શાહે કહ્યું હતું કે ભારતના માછીમાર અમારા સમુદ્રમાં માછીમારી કરવા માટે આવે તો અમને વાંધો નથી પરંતુ રાજકારણ વચ્ચે આવે છે. માછીમાર બંને બાજુના માછીમાર વધારે 90 દિવસમાં છોડવા જોઈએ. નેશનલ વેરીફીકેશન વધારે બંને દેશ માચ્છીમાર 3 મહિનામાં બોટો સાથે છોડી મૂકવા જોઈએ અને તેના માટે બન્ને દેશની મીનીસ્ટરીએ રાઉન્ડ ટેબલ બેઠક કરી માછીમારી બોટ અને ખલાસીને છોડવા જોઈએ. ભારત-પાકિસ્તાનની ફરી જ્યુસી કમીટીની રચના કરી શાંતિ માટે નક્કી કરવી જોઈએ. સમુુદ્રમાં ડોક્યુમેન્ટ ચેક કરી છોડવાની માંગણી બન્ને દેશોએ ધ્યાન લેવી જોઈએ તેવી પણ માંગણી કરી હતી. પાકિસ્તાન સહેમ જીજીએ એવું જણાવ્યું હતું કે નઝર અસ્લમ જાહિત માછીમાર અને પ્રદિલ નીધીને વિઝા જોઈતા હોય તો બે દિવસમાં વિઝા અપાવી દઈએ. પાકિસ્તાન આવવાનું ખાસ કારણ હોય તો પાકિસ્તાનની જેલોમાં અને કોર્ટમાં માચ્છીમાર બોટો માટે કામ કરવું. બંને બાજુ વેરીફીકેશનમાં કરને છૂટતા નથી તો વહેલી તકે વેરીફીકેશન કરાવવું, આેળખકાર્ડ બતાવીને પ્રñ હલ કરવા. કરામત અલીએ એવું જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા ભારતમાં વિદેશ મંત્રાલયને આમંત્રણ આપેલ પરંતુ ભારતના સરકારમાંથી કોઈ પ્રતિનિધિ હાજર નહોતું. માચ્છીમાર અને બોટો છોડવા માટેની એરેસ્ટ પોલીસી અમલવારી કરાવવી જોઈએ. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે માછીમારો માટે એક જ નિયમ હોવો જોઈએ અને સરક્રીક ઈસ્યુ હલ થવો જોઈએ તેવી પણ માંગણી કરી હતી. ભારત-પાકિસ્તાન માચ્છીમારોની જોઈન્ટ મીટીગ થવી જોઈએ અને પોતપોતાના દેશમાં રજુ થવી જોઈએ તેમ પણ ઉમેર્યું હતું. નંદુ પાટિલે દરિયામાં જ ડોક્યુમેન્ટ ચેક કરી માચ્છીમારોને છોડી મૂકવા જોઈએ તેમ જણાવ્યું હતું. તાપણ પોયે જણાવ્યું હતું કે પાકિસ્તાન ઈન્ડો બંને દેશો કોમન માચ્છીમાર કાર્ડ હોવા જોઈએ અને હાઈકમીશનર તથા પાકિસ્તાનના નવા રાષ્ટ્રપ્રમુખ ઈમરાન ખાનને તેમજ પાકિસ્તાન ઈન્ડીયા મરીના સિક્યુરીટી મળવું જોઈએ. પાકિસ્તાનની ભારતમાં બોટો આેછી છે પરંતુ ભારત મુક્ત કરતી નથી. પાકિસ્તાને 57 બોટો અને 800 જેટલા ખલાસી છોડેલ છે. ખલાસી એક ને એક ખલાસી પાંચ વખત જાય છે ને જાણી જોઈને જાય છે. અમારી સરકાર ભારતની બધી બોટો છોડવા માંગે છે તેથી ભારત પણ પાકિસ્તાન બધી બોટો અને ખલાસી છોડી મૂકવા જોઈએ તેવી રજુઆત કરી હતી. પી.એસ.આે.એન.બી./પી.ઈન્ડીયાના વિજયને એવું જણાવ્યું હતું કે પોરબંદરના સ્વ. માછીમાર આગેવાન પ્રેમજી ખોખરીએ 1991 માં એવી ચિંતા સેવી હતી કે પોલ્યુશન દરિયામાં પડશે તો ભવિષ્યમાં માછલી ખતમ થઈ જશે માટે પોલ્યુશનમાં ધ્યાન આપવું. પરંતુ હજુ સુધી આપણે નક્કર કાર્યવાહી કરી નથી તેથી મહિનામાં એક વખત મીટીગ મળવી જોઈએ અને સોલ્યુશન કાઢવાની કોશિષ કરવી જોઈએ. પોરબંદર માચ્છીમાર બોટ એસો. ના પૂર્વ પ્રમુખ જીવનભાઈ જુંગીએ એવું જણાવ્યું હતું કે ગુજરાતના આેખા બંદર સુધી આઈ.એમ.બી.એલ. આવેલ છે તો તેમના કારણે બોટો પકડાઈ છે. બધી બોટો અને ખલાસી નવી આઈ.એમ.બી.એલ. નક્કી થવી જોઈએ. પાકિસ્તાન આઈક કમીશન કોર્ટ મેટર ટૂંકી કરીને છોડી મૂકવા જોઈએ. આગામી સબંધ ભાઈચારાથી થાય તેવી કોશિષ માનવતા ધોરણે છોડવા જોઈએ. બોટો અને ખલાસી રાખીને બંને દેશોનો ફાયદો નથી. કારણ કે માચ્છીમારના પરિવાર અને બોટો માલિકને નુકસાન થાય તો ભવિષ્યમાં પકડાય નહી અને પકડાય તો જલ્દી છૂટવી જોઈએ. વેલજીભાઈ મસાણીએ પાકિસ્તાનમાંથી બીમાર ખલાસીઆેને તાત્કાલીક છોડવા જોઈએ તેવી રજૂઆત કરી હતી. મોહનભાઈ શીયાળે ભારતની 22 બોટો છોડવાનું નક્કી થયું પરંતુ પાકિસ્તાન સરકાર વીઝા નથી આપતી તેમ જણાવીને વહેલી તકે બોટો છોડવા માંગ કરી હતી. પી.આઈ.પી.ડી.એફ. ના રાષ્ટ્રીય કારોબારી સભ્ય જીવનભાઈ જુંગી સહિત આગેવાનોએ વિવિધ ચર્ચાઆે કરી હતી.

print

Comments

comments

VOTING POLL