ભારત બંધઃનુકસાન માટે જવાબદાર કોણં

April 4, 2018 at 5:36 pm


સર્વોચ્ચ અદાલતે- સુપ્રીમ કોર્ટે- અનુસૂચિત જાતિ અને જનજાતિ (પ્રિવેન્શન આેફ એટ્રાેસિટીઝ) એક્ટ હેઠળ આપેલા ચુકાદાને પગલે આદિવાસીઆે અને દલિતોએ ભારત બંધની હાકલ કરી અને આખા દેશને માથે લીધો હતો. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, આેડિશા, ઝારખંડ, મહારાષ્ટ્ર, પંજાબ અને દિલ્હીમાં અનેક સ્થળે હિંસક અથડામણો થઈ અને 10 લોકોનાં મોત થયાં છે. આ 10 મોત માટે જવાબદાર કોણં આ ભારત બંધ દરમિયાન કરોડોની માલમિલકતને પણ નુકસાન પહાેંચાડવામાં આવ્યું છે. ટ્રેન સેવા બાધિત કરવામાં આવી છે, અનેક સ્થળે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. અનેક સ્થળે બસ, કારને આગ ચાંપવામાં આવી હતી. સોમવારે આખા દેશમાં કરોડોની મિલકતને થયેલા નુકસાન માટે જવાબદાર કોણં ભારત બંધ દરમિયાન થયેલા હિંસક બનાવો અંગે દોષારોપણ કરવાનું ચાલુ થયું છે. આ સમગ્ર બંધ પહેલાંથી જ આયોજિત હતો અને હિંસાએ પણ પોલ ખોલી નાખી છે. એક અહેવાલ મુજબ, ગુપ્તચર તંત્ર આ હિંસાની અગાઉથી જાણ કરવામાં નિષ્ફળ રહ્યું હતું બીજી તરફ કાેંગ્રેસ તરફથી એવો આક્ષેપ થઈ રહ્યાે છે કે દેશભરમાં હિંસા ભડકાવવાનું કાવતરું ભાજપનું જ છે. તે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા કોમી વાતાવરણ ઊભું કરવા માગે છે.સુપ્રીમ કોર્ટે આ એટ્રાેસિટી એક્ટ અંગે વચલો રસ્તો કાઢવાની જરુર છે, જેના કારણે કાયદાનો દુરુપયોગ પણ અટકે અને સામે છેડે દલિતો કે આદિવાસીઆેને કનડતા કે તેમના પર અત્યાચાર કરનારા પણ બચી શકે. આઝાદીના 70 વર્ષ પછી પણ હજી દલિતો- આદિવાસીઆે પર અત્યાચાર થાય છે એ કોઈ પણ સરકાર માટે નાલેશીરુપ છે.આપણા સમાજે આગળ પડીને એવી સ્થિતિ સર્જવી જોઈએ કે દલિતો- આદિવાસીઆે જ નહી પણ નબળા વર્ગના લોકો પર પણ અત્યાચાર ન થાય. સામે છેડે દલિતો- આદિવાસીઆેએ ગુંડા ના હાથો બની કાયદો હાથમાં લેવો ન જોઈએ.

print

Comments

comments

VOTING POLL