ભારાપર માગૅ પર અકસ્માતના બનાવમાં એકનું મોત

February 16, 2017 at 11:21 pm


પરીવારજનાેમાં શોક સાથે સન્નાટો છવાયો

તાલુકાના ભારાપર સેનેટોરીયમ માગૅ પર બે બાઈકની અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગતાે મુજબ આજે સવારે સજાૅયેલા અકસ્માતના બનાવમાં પ્રકાશભાઈ કોળી (ઉ.વ.3ર)ને ગંભીર પ્રકારની ઈજાઆે પહાેંચતા તેઆેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે તેમની પત્ની કૌશલ્યાબેન કોળી (ઉ.વ.ર8)ને ઈજાઆે પહાેંચી હતી. આ બનાવમાં ત્રિપલ બાઈક સવાર મુકેશભાઈ સામંતભાઈ મેરીયા (ઉ.વ.રપ), વિનાેદભાઈ મગનભાઈ દાતણીયા (ઉ.વ.રર) અને નિકુંજ જગદિશભાઈ ગંઢેર રહે. રામપર વેકરાને તેમજ માધાપર જુનાવાસના ભીમજીભાઈ વેકરીયા (ઉ.વ.4પ)ને ગંભીર પ્રકારની ઈજાઆે પહાેંચતા તમામને ભુજની જનરલ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવના પગલે પાેલીસ સ્થળ ઉપર પહાેંચી ગઈ હતી. હતભાગીના મૃતદેહને પાેસ્ટમોર્ટમ માટે ભુજની જનરલ હોÂસ્પટલમાં લઈ અવાયો હતાે.

print

Comments

comments

VOTING POLL