ભારે વરસાદ બાદ 115 ટન કચરાનો નિકાલ: રજાઓ રદ

July 17, 2017 at 3:36 pm


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ભારે વરસાદ બાદ સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી 115 ટન વધારાના કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે તેમજ શહેરમાંથી 164 ન્યુસન્સ પોઈન્ટ તેમજ 679 ગટર ચેમ્બર સાફ કરવામાં આવી છે. આરોગ્ય શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા અને ફાયરબ્રિગેડ શાખાના સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે અને ભારે વરસાદની આગાહીના પગલે ફરજ પર તૈનાત રહેવા તેમજ હેડક્વાર્ટર નહીં છોડવા આદેશ કરાયો હોવાનું જાણવા મળે છે. (1) આરોગ્ય શાખાના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી હતી તેમજ ફરજિયાત તમામ અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા ખાસે આદેશ આપવામાં આવ્યો હતો. (2) આરોગ્ય શાખા હસ્તકના તમામ 21 અર્બન હેલ્થ સેન્ટરો ચાલુ રાખવામાં આવ્યા હતા. (3) આરોગ્ય શાખા હસ્તકની 2 મોબાઈલ ડિસ્પેન્સરી પણ જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં ચાલુ રાખવામાં આવી હતી. (4) આરોગ્ય અધિકારી તેમજ નાયબ આરોગ્ય અધિકારી દ્વારા નાયબ કમિશનર (આરોગ્ય), ઈસ્ટઝોન સાથે સતત સંકલનમાં રહી કામગીરી કરવામાં આવી હતી. (5) આરોગ્ય શાખા દ્વારા બનાવવામાં આવેલ રેપીડ રિસ્પોન્સ ટીમ (આરોગ્ય અધિકારી, નાયબ આરોગ્ય અધિકારી, મેડિકલ ઓફિસર, સેનેટરી ઈન્સ્પેક્ટર, મેલેરિયા ઈન્સ્પેક્ટર, ફૂડ ઈન્સ્પેક્ટર, પેરા મેડિકલ સ્ટાફ) દ્વારા સતત ફિલ્ડ મોનિટરિંગ તથા ફિલ્ડ વિઝિટ સતત ચાલુ રાખવામાં આવી હતી. (6) તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે પાણીજન્ય તથા વેક્ટર બોર્ન ડિસીઝ રોગચાળાની અટકાયત માટે તમામ જરી દવાઓનો જથ્થો તથા જરી સાધન સામગ્રી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવામાં આવી હતી. (7) મેલેરિયા વિભાગ દ્વારા ઝોન કક્ષાએ બનાવવામાં આવોલ જુદી જુદી ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ તેમજ પૂરતા પ્રમાણમાં ફોગિંગ મશીન તેમજ જરી સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવામાં આવી તહી. ઉપરોક્ત કામગીરી આગામી અઠવાડિયા સુધી સઘન રીતે ચાલુ રાખવામાં આવશે.
વધુમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ઈજનેરી વર્તુળોના જણાવ્યા મુજબ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરની જાહેર સ્વચ્છતા બાબતે થયેલી કામગીરી ઉપર એક નજર ફેરવીએ તો ઈસ્ટઝોનમાં કુલ 64 જેટા ન્યુસન્સ પોઈન્ટસ તથા 102 ગટર ચેમ્બર સાફ કરવામાં આવેલ અને 81 ટન જેટલો એકસ્ટ્રા ગાર્બેજ કલેક્શન કરવામાં આવેલ. સેન્ટ્રલ ઝોનમાં કુલ 58 જેટલા ન્યુસન્સ પોઈન્ટસ તથા 95 સ્ક્રીન ચેમ્બર સાફ કરવામાં આવેલ અને પોપટપરા નાલામાંથી એકસ્ટ્રા ગાર્બેજ કલેક્શન કરવામાં આવ્યો હતો. વેસ્ટઝોનમાં એન્ટી પ્લાસ્ટિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ 26 આસામીઓ પાસેથી 4.5 કિ.ગ્રા.પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ ા.5367નો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. દરમિયાન વેસ્ટ ઝોનમાં 42 ન્યુસન્સ પોઈન્ટસ, 482 સ્ક્રીન ચેમ્બર અને 34 ટન એકસ્ટ્રા ગાર્બેજ કલેક્શન કરવામાં આવ્યો હતો.

print

Comments

comments

VOTING POLL