ભાવનગરનું નેત્ર બનશે તેજ વધુ 268 સીસીટીવી કેમેરા લાગશે

October 3, 2017 at 11:34 am


શહેરમાં 47 સ્થળોએ સીસીટીવી કેમેરા મુકવાની કાર્યવાહી શરૂ ઃ નવો કન્ટ્રાેલ રૂમ પણ બનશે એસપી દિપાંકર ત્રિવેદીના ડ્રીમ પ્રાેજેકટને નવા એસપી માલ આગળ ધપાવશે
ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા સઘન બને, લોકોની સુરક્ષા વધે અને ગુનેગારોને ઝડપી લેવામાં સરળતા રહે તે માટે ભાવનગરના એસ.પી.દિપાંકર ત્રિવેદીએ શહેરમાં સી.સી.ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરી એસ.પી.કચેરી સંકુલમાં ખાસ કન્ટ્રાેલ રૂમ ઉભો કરી નેત્ર પ્રાેજેકટની ભાવનગરને ભેટ આપી છે. શહેરના 40 ટકા જેવા વિસ્તારમાં આ નેત્રની નજર પહાેંચી ચુકી છે જ્યારે અન્ય વિસ્તારોમાં હજુ આ સુવિધા બાકી છે ત્યારે ભાવનગરનો મોટાભાગનો વિસ્તાર નેત્રની નજર તળે સુરક્ષિત બને તે માટે વધુ 268 સી.સી.ટી.વી.કેમેરા મુકવાની કાર્યવાહી શરૂ થઇ ચુકી છે. સરકારના સાસગુજ-એસ.એ.એસ.જીયુજે તળે આ આયોજન હાથ ધરાયું છે.
સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ સરકાર દ્વારા ભાવનગર શહેરમાં વધુ 268 કલોઝ સકિર્ટ ટી.વી.કેમેરા મુકવાની મંજુરી અપાઇ છે અને આ અંગેની કાર્યવાહી પણ શરૂ થઇ ચુકી છે શહેરમાં 47 સ્થળોએ આ કેમેરા મુકાશે. વિવિધ રેન્જ અને સુવિધા સાથેના આ સી.સી.ટી.વી.કેમેરા હાલ જ્યાં નેત્ર પહાેંચેલ નથી ત્યાં અને કેટલાક એવા સ્થળોએ જ્યાં વધુ સુવિધાની જરૂર છે ત્યાં મુકવાનું આયોજન કરાયું છે. આ 268 પૈકી 169 ફીકસ, પી.ટી.ઝેડ 59, એ.એ.પી.આર.37 અને આર.એલ.વિ.ડી. 3 કેમેરાનો સમાવેશ થાય છે.
ભાવનગરમાં હાલ નેત્રનો એક કન્ટ્રાેલ રૂમ કાર્યરત છે જ અને આ નવા-વધુ કેમેરાઆે લાગતા જો આ કન્ટ્રાેલ રૂમમાં તેને જોઇ શકાય તેવી સંભાવના નહી હોય તો નવો કન્ટ્રાેલ રૂમ પણ ઉભો કરવાની જોગવાઇ વિચારાઇ છે. આમ, ભાવનગરનો 80 ટકાથી વધુ વિસ્તાર આગામી સમયમાં સી.સી.ટી.વી.કેમેરાના નેત્રની નજર નીચે આવી જશે. ઉલ્લેખનીય છે કે એસ.પી.દિપાંકર ત્રિવેદીએ શરૂ કરેલા આ ડ્રીમ પ્રાેજેકટને હવે નવા એસ.પી. માલ આગળ વધારશે.

print

Comments

comments

VOTING POLL