ભાવનગર અને સિહોરમાં થયો અડધો ઇંચ વરસાદ

August 27, 2018 at 12:42 pm


ઉમરાળા, પાલિતાણા અને તળાજામાં હળવા ઝાપટા ઃ અન્ય તાલુકાઆે કોરા

ભાવનગર જિલ્લામાં ગત સપ્તાહના પ્રારંભથી શ્રાવણી સરવડા વરસવાના શરૂ થયેલા દૌરમાં સપ્તાહના અંતિમ દિવસો સુધી શરૂ રહ્યાે હતો જયારે એક દિવસના વિરામ બાદ શ્રાવણના બીજા પખવાડયાના પ્રારંભ સાથે પુનઃ સરવડા શરૂ થતાં ભાવનગર અને સિહોરમાં અડધો, અડધો ઇંચ વરસાદ પડયો હતો જયારે ઉમરાળા, પાલિતાણા અને તળાજામાં હળવા ઝાપટાં વરસ્યા હતા.
ચાલુ વર્ષ ચોમાસના મોડા થયેલ પ્રારંભમાં અષાઢ માસના બીજા પખવાડીયામાં જિલ્લામાં ભારે વરસાદ પડતા કેટલાંક તાલુકાઆેમાં પુરની પરિિસ્થતિનું નિમાર્ણ થયુ હતુ અને માસના અંતિમ દિવસોમાં છુટા છવાયા સ્થળોએ અડધાથી બે ઇંચ વરસાદ પડયા બાદ શ્રાવણ માસના પ્રારંભે વધુ એક સીસ્ટમ રાજય પર સqક્રય થતાં પ્રથમ પખવાડીયા દરમ્યાન વરસાદી વાતાવરણ વચ્ચે સરવડા વરસવાનો દૌર સતત શરૂ રહ્યા બાદ ગત સપ્તાહના અંતિમ દિવસે વિરામ રહ્યા બાદ માસના બીજા પખવાડીયાના પ્રારંભ સાથે પુનઃસરવડા શરૂ થતાં ભાવનગરમાં 10, અને સિહોરમાં 11 મી.મી. વરસાદ પડયો હતો. તો ઉમરાળા, પાલિતાણા અને તળાજામાં હળવા ઝાપટાં વરસ્યા હતા. દરમ્યાનમાં આજે સવારે પુરા થતાં 24 કલાકમાં નાેંધાયેલા તાપમાનમાં મહત્તમ 30.4, લધુતમ 22.2, વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા જયારે પવનની ઝડપ પ્રતિ કલાક 14 કિલોમીટરની રહી હતી.

print

Comments

comments

VOTING POLL