ભાવનગર એરપોર્ટનું દેશના 42 એરપોર્ટ સાથે થશે જોડાણ

March 20, 2017 at 2:29 pm


ઉડે દેશકા આમ આદમી-ઉડાન યોજના તળે
એરપોર્ટ આેથાેરિટી આેફ ઇન્ડિયાના ચેરમેન મહાપાત્રાએ કરી પીપીપી સ્કીમ મુજબ થશે વિકાસ

ભાવનગરથી મુંબઇની રોજીંદી ફલાઇટ સેવા હજુ શરૂ થઇ નથી અને ભાવનગર-દિલ્હીની વિમાની સેવાની વાતો હજુ વાતો જ રહી છે ત્યારે કેન્દ્ર સરકારે ઉડાન યોજના તળે દેશના 43 એરપોર્ટને સાંકળી લેતી યોજના જાહેર કરી છે જેમાં ગુજરાતના ચાર હવાઇ મથકોનો સમાવેશ કરાયો છે અને તેમાં ભાવનગર પણ સામેલ છે. ભાવનગર માટે આ સારા સમાચાર ગણી શકાય.
ગુજરાતના ભાવનગર, કંડલા મીઠાપુર અને મુન્દ્રા ખાતેના એરપોર્ટને કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત ગઇકાલે અમદાવાદ ખાતે એરપોર્ટ આેથાેરિટી આેફ ઇન્ડિયાના ચેરમેન ગુરૂપ્રસાદ મહાપાત્રાઅએ કરી હતી. ઉડે દેશ કા આમ આદમી (ઉડાન) સ્કીમમાં ગુજરાતના 4 સહિત દેશના 43 એરપોર્ટને સાંકળી લેવાની યોજના છે.
ગત સપ્તાહ ઉડાન યોજના હેઠળ ગુજરાતના એરપોર્ટને લાભ મળી શકે છે તે અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. પીપીપી મોડલ હેઠળ આ એરપોર્ટ અને એર સ્ટ્રીપને વિકાસ કરવા માટે કેન્દ્રની કેબિનેટ કમિટી આેન ઇકોનોમિક એફેર્સ (સીસીઇએ)ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
જી.મહાપાત્રાએ નિર્દેશ આપ્યો હતો કે, પ્રાદેશિક હવાઇ જોડાણ હેઠળ આ એરપોર્ટોનો એક બીજા સાથે તેમજ દેશના અન્ય એરપોર્ટ સાથે સાંકળી લેવામાં આવશે. કેન્દ્ર સરકાર રિજિયોનલ કનેકિટવિટી ફંડ પણ પુરૂ પાડશે. સરકારને અન્ડર સર્વ એરપોર્ટ એટલે કે જે એરપોર્ટ ઉપર હાલમાં સપ્તાહમાં 7 કમશિર્યલ ફ્લાઇટથી વધુ ન હોય તેવા એરપોર્ટ અને અન સર્વ એરપોર્ટ કે જ્યાં કોઇ કમશિર્યલ ફ્લાઇટ નથી તેવા એરપોર્ટ-એરસ્ટ્રીપને વિકસાવવા માટે ઉડાન યોજના ઘડવામાં આવી છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના એવિએશન પોલીસી 2016 હેઠળ તૈયાર કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL