ભાવનગર જિલ્લાની 130 ગ્રામ પંચાયતની ચુંટણીનું સોમવારે પ્રસિધ્ધ થશે જાહેરનામું

January 12, 2018 at 11:41 am


જાહેરનામાની પ્રસિધ્ધીની સાથે જ ઉમેદવારી ફોર્મ રજુ કરવાનો પ્રારંભ થશે
ભાવનગર જિલ્લાની 130 ગ્રામ પંચાયતની આગામી તા.4થી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચુંટણી માટે તા.15મીને સોમવારે જાહેરનામું પ્રસિધ્ધ થશે અને તે સાથે જ ઉમેદવારી ફોર્મ રજુ કરવાનો પ્રારંભ થશે.
ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠકની ચુંટણી પ્રqક્રયા ગત તા.18મી ડિસેમ્બરના રોજ પુર્ણ થયા બાદ ચુંટણી પંચ દ્વારા રાજ્યના જુદા-જુદા જિલ્લાઆેની ગ્રામ પંચાયતો માટેની ચુંટણી યોજવા ગત સપ્તાહે કરવામાં આવેલી જાહેરાતમાં ભાવનગર જિલ્લાની 130 ગ્રામ પંચાયતની ચુંટણી પણ આગામી તા.4થી ફેબ્રુઆરીના રોજ યોજાશે.
4થી ફેબ્રુઆરીના રોજ યોજાનારી જિલ્લાની 130 ગ્રામ પંચાયતોની ચુંટણીનું તા.15મીને સોમવારના રોજ ચુંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાશે. અને જાહેરનામાંની પ્રસિધ્ધીની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થશે અને તા.20મી જાન્યુ.સુધી ઉમેદવારી ફોર્મ રજુ કરી શકાશે જ્યારે તા.22મી જાન્યુ.ના રોજ ફોર્મ ચકાસણી હાથ ધરાશે.

print

Comments

comments

VOTING POLL