ભાવનગર પોલીસ માટે આગામી આખુ સપ્તાહ દોડધામ રહેશે

February 17, 2017 at 1:50 pm


20મી એ રાજયપાલ, 24-25મી એ હાદિર્ક પટેલ ભાવનગરના પ્રવાસે ઃ 26મી હાફ મેરેથાેન સાથે મુખ્યમંત્રીનો પણ ભાવનગરનો સંભવત પ્રવાસ

ભાવનગરમાં 26મી એ પોલીસ દ્વારા હાફ મેરેથાેન યોજાનાર છે પરંતુ આગામી આખુ સપ્તાહ પોલીસ તંત્ર માટે મેરેથાેન રૂપ બની રહે તેવી સંભાવના છે. ભાવનગરમાં 20મી એ રાજયપાલ, 24-25 હાદિર્ક પટેલનુ આગમન થનાર છે જયારે 26મી એ મેરેથાેનના દિવસે જ રાજયના મુખ્યમંત્રી પણ જિલ્લાના પ્રવાસે આવે તેવી પુર્ણ સંભાવના છે. મુખ્યમંત્રીના પ્રવાસ કાર્યક્રમની તંત્ર દ્વારા એકાદ બે દિવસમાં સત્તાવાર જાહેરાત થવાની વકી છે. આમ, બંદોબસ્તમાં સતત વ્યસ્ત પોલીસ માટે આખુ સપ્તાહ મેરેથાેન રૂપ બની રહેશે !
એમ.કે.બી. યુનિ.ના પદવીદાન સમારોહમાં હાજરી આપવા માટે તા. 20 ફેબ્રુઆરીને સોમવારે ગુજરાતના રાજયપાલ આેમપ્રકાશ કોહલીજી ભાવનગર આવી રહયા છે. તેમના બંદોબસ્તમાં પોલીસ ખડેપગે રહેશે. તા. 24 અને 25 એમ બે દિવસ પાટીદાર અનામત આંદોલનના મુખ્ય સંયોજક હાદિર્ક પટેલ ભાવનગર જિલ્લામાં સિહોર, ગારીયાધાર, જેસર, મહુવા અને ઉમરાળા સહિતના તાલુકા મથકો અને ગામોમાં પ્રવાસ ખેડી સભા ભરશે. આ બે દિવસ દરમ્યાન કોઇ અનીચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત રહેશે. આ ઉપરાંત 26મી ફેબ્રુઆરી ભાવનગર પોલીસ માટે ‘ટેસ્ટ’સમાન બની રહેશે. કારણ કે, આ દિવસે ભાવનગર પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી અને મહાપાલિકાના ઉપક્રમે ભાવનગરમાં હાફ મેરેથાેનનુ આયોજન છે. ખુદ પોલીસ આયોજક છે તેવી આ મેગા ઇવેન્ટના દિવસે જ સવારે 10 કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો સિહોરનો પ્રવાસ કાર્યક્રમ પણ ગોઠવાઇ રહયો છે. સુત્રોથી પ્રાપ્ત વિગત મુખ્યમંત્રીનો કાર્યક્રમ લગભગ નિòીત જ છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી સહિતના ભાજપના નેતાઆે જયા જયા જાહેર કાર્યક્રમોમાં જાય છે ત્યાં પાટીદાર અનામત આંદોલન સંદર્ભે દેખાવો અને વિરોધ થઇ રહયા છે. સિહોર તાલુકો પાટીદાર અનામત આંદોલનમાં ભાવનગરનું એપી સેન્ટર ગણાય છે. ત્યારે મુખ્યમંત્રીના સિહોર તાલુકામાં પ્રવાસ કાર્યક્રમને લઇને રાજકીય ઉતેજના વધી ગઇ છે તો સાથે પોલીસતંત્ર માટે પણ બંદોબસ્તનું ટેન્શન રહેવાનું !

print

Comments

comments

VOTING POLL